તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોપટી કાર્ડ:ગાંધીનગર જિલ્લાનાં 7 ગામના 1628 મિલકત ધારકોને કલેક્ટરના હસ્તે મિલકતકાર્ડ અર્પણ

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કલેક્ટરના હસ્તે 7 ગામમાંથી 2–2 મિલકત ધારકોને મિલકત કાર્ડ અર્પણ કર્યા હતા. - Divya Bhaskar
કલેક્ટરના હસ્તે 7 ગામમાંથી 2–2 મિલકત ધારકોને મિલકત કાર્ડ અર્પણ કર્યા હતા.
 • અસરગ્રસ્ત ગામોની 4361 મિલકત સંબંધી અરજીમાંથી 1628નો નિકાલ, બાકીની કામગીરી ચાલુ

ગાંધીનગરના સ્થાપના સમયે અસરગ્રસ્ત થયેલ ખેડૂતોને તેમની મિલકત આધારા પુરાવા માટે કલેકટર કુલદીપ આર્યના હસ્તે પ્રોપટી કાર્ડનું વિતરણ કરાયું હતું. હક્ક ચોકસી અધિકારીની કચેરી દ્વારા 7 ગામના 1628 પ્રોપ્રટી કાર્ડ તૈયાર કરાયા છે અને હાલમાં પણ આ કામીગીરી ચાલું છે. શહેરમાં સમાવિષ્ટ ગામોના ગ્રામજનોના રહેણાંકની મિલકતો વર્ષોથી તેમના કબજાવાળી હોવા છતાં તેના માલિકી હક્કના જટીલ પ્રશ્નો અનિર્ણિત હતા. ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા કલેકટર ડો. કુલદીપ આર્યને આ અંગે રજૂઆત કરાઈ હતી.

જેને કલેક્ટર દ્વારા તેમની દેખરેખ અને માર્ગદર્શન માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. તેના આધારે હક્ક ચોકસી અધિકારી આ અંગેની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ઇન્દ્રોડા, પાલજ, બાસણ, ફતેપુરા(સેકટર- 15), બોરીજ, આદિવાડા, ધોળાકુવા એમ કુલ 7 ગામમાંથી કુલ-4361 મિલકત સંબંધિત અરજીઓ આવી હતી. જેમાંથી ઇન્દ્રોડાના 404, પાલજના 392, બાસણના 73, ફતેપુરાના 110, બોરીજના 224, આદિવાડાના 328, ધોળાકુવાના 97 મળી કુલ 1628 મિલકત પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કલેક્ટરના હસ્તે 7 ગામમાંથી 2–2 મિલકત ધારકોને મિલકત કાર્ડ અર્પણ કર્યા હતા.

લોન-જામીનગીરી સંબંધિત સમસ્યાનો અંત આવશે
પોતાના કબ્જામાં હોવા છતાં ગ્રામજનો પાસે પ્રોપર્ટી કાર્ડ ન હોવાથી મિલકત ધારકો બેંકમાંથી લોન, કોર્ટ-પોલીસમાં જામીનગીરી, સોલવંશી પ્રમાણપત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિલકત ધારક તરીકે પોતાનું નામ દાખલ કરાવી શકતા ન હતા. જેને પગલે હવે તેઓની આ સમસ્યાનો અંત આવશે. આ અંગે કલેક્ટર કુલદીપ આર્યએ કહ્યું હતું કે, ‘કામગીરી પૂર્ણ થતાં મિલકત ધારકોને જેટલો આનંદ છે, તેટલો જ સંતોષ મને થયો છે, ગાંધીનગરની રચનામાં 12 ગામોની જમીન સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવી હતી. તે પછી ઘણા લાંબા સમયથી ગ્રામજનો જેના હકદાર હતા તે હક મળ્યો ન હતો. કોઇપણ વિકસિત દેશમાં મિલકત સંબંધિત હકની સરળતા છે, જેથી મિલકત પર હક્ક હોય તો તેને પડાવી લેવાની ઘટના ઓછી બને છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો