જાહેરનામું:ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીને લઇને કામદારોને ત્રણ કલાકની રજા આપવાનું કલેક્ટર જાહેરનામું બહાર પાડ્યું

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીનું મતદાન સવારે 7.00 થી સાંજના 6.00કલાક સુધી મતદાન યોજાશે

ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 3-આદરજમોટી (તાલુકા પંચાયત) પેટા ચૂંટણી તથા માણસા નગરપાલિકા વોર્ડ નં.4) ની પેટા ચૂંટણી કાલે તા. 3 ઓક્ટોબર ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન સવારે 7.00 થી સાંજના 6.00કલાક સુધી મતદાન યોજાશે.

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. કુલદીપ આર્ય (આઇ.એ.એસ.)એ એક જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે, ગ્રામિણ બેંકો, રાષ્ટ્રીય અને અને ખાનગી બેંકો, સહકારી બેંકો, રેલ્વે, ટેલીકોમ અને પોસ્ટ ઓફીસો, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔધોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ અને આવશ્યક સેવા આપતી અન્ય સંસ્થાઓના/ કચેરીઓના કર્મચારીઓ / કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે આવતીકાલે રવિવારના રોજ ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી / કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે.

ઉપરાંત જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ-કચેરી ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાના દિવસે એટલે આવતીકાલે રવિવારે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત તમામ સંસ્થા - કચેરીના સંચાલકોને જણાવ્યું છે.

તેમજ આ વિસ્તારમાં રહેતા હોય અને બહારના વિસ્તારમાં નોકરી/ફરજ બજાવતા હોય, તેઓને પણ મતદાન કરવા માટેની રજા આપવા માટે સંસ્થા- કચેરીના વડાને આ જાહેરનામાથી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...