જાહેરાત:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે 2440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવે બનશે - વાઘાણી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઉભરાટ, તિથલ , ચોરવાડ ઉપરાંત ખંભાત-ભાવનગરને જોડતો હાઇવે બનશે
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને શબરીધામને જોડતો 218 કિ.મી.નો નવો કોરિડોર બનાવાશે

રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો વિકસાવવા માટે રૂ. 2440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવે તૈયાર કરાશે. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામને જોડતો 218 કિ.મી.નો નવો કોરિડોર આશરે રૂ. 1670 કરોડના ખર્ચે વિકસાવાશે તેમ પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું.

રાજ્ય મંત્રીમંડળની કેબિનેટની મળેલી બેઠકના નિર્ણયની વિગત આપતા પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે 135 કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે. જેમાં ખાસ કરીને ભાવનગર-સૌરાષ્ટ્ર તરફના ટ્રાફિક અત્યારે બોરસદ, તારાપુર, વટામણ ચોકડી, ધોલેરા થઈને ભાવનગરને જાય છે તેને બદલે ખંભાત, કામતલાવ, આંબલી, પાટીયા સુધીની નવી લિંક બનાવાશે. જેનાથી ભાવનગર-સૌરાષ્ટ્ર જતો ટ્રાફિક વટામણ ચોકડી સુધી જવાના બદલે આ નવી લિંકનો ઉપયોગ કરીને 70થી80 કિ.મી.નું અંતર ઘટશે.

આ કોસ્ટલ હાઇવેમાં ભીલાડથી વલસાડ, વલસાડથી નવસારી, નવસારીથી સુરત, સુરતથી ભરૂચ અને ભરૂચથી ખંભાતના દરિયાકિનારાને સાંકળીને બનાવાશે. વાઘાણીએ કહ્યું કે, નેશનલ હાઇવે-8 પર ખાસ કરીને વડોદરા-સુરત નજીક ઉભેણ ગામ પાસે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉભેણ ખાતે અંદાજે રૂ. 27 કરોડના ખર્ચે એક નવો પુલ તેમજ સર્વિસ રોડ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...