તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સહાય:સહકારી બેન્કોએ આત્મનિર્ભર યોજના હેઠળ 53 હજારથી વધુ ઉદ્યોગોને 539 કરોડની લોન આપી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • આત્મનિર્ભર યોજના હેઠળ લોન આપનાર સંસ્થાઓને CMએ બિરદાવી
  • 196 નાગરિક બેંકો, 17 જિલ્લા બેંક અને 169 શરાફી મંડળીઓ જોડાઇ

કોરોના મહામારીમાં લૉકડાઉનને કારણે આર્થિકરીતે પગભર થવા મથતા નાના ધંધા,રોજગાર અને વ્યવસાયકારોને આત્મ નિર્ભર ગુજરાત અંતર્ગત રૂ. એક લાખની લોન સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત મુુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના 65મા જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી રાજકોટના લાભાર્થીઓને રૂ. 100 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 96 નાગરિક સહકારી બેંક સહિત 17 જિલ્લા મધ્યસ્થ બેંક, 169 શરાફી સહકારી મંડળીએ 53952 નાના ધંધાર્થીઓ, કારીગરો, વ્યવસાયકારોને અત્યાર સુધીમાં 539 કરોડની લોન સહાય આપી છે.

મોટી બેંકોએ નાની બેંકો પાસેથી પ્રેરણા લેવી જોઈએઃ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, લૉકડાઉનમાં આર્થિકરીતે નુકસાન વેઠનાર નાના ધંધાર્થીઓ,વ્યવસાયકારીઓને સવાયા બેઠા કરવાની નેમ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. ચેકનું વિતરણ કરનાર રાજકોટની નાગરિક સહકારી બેંક સહિત નાગરિક સહકારી બેંકોએ આ માટે સરકારને આપેલા સહયોગની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘નાના માણસોની મોટી બેંક નાગરિક બેંકો છે’. તેમાંથી પ્રેરણા લઈ જો મોટી બેન્કો પણ 100 કરોડના આવી લોન સહાયના ટાર્ગેટ સાથે આગળ આવે તો રાજ્યભરમાં 3 હજાર કરોડ રૂપિયાની સહાયથી નાના ધંધા-વ્યવસાયકારોને નવી દિશા મળશે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે પાંચ લાભાર્થીઓને ગાંધીનગરમાં ટોકન રૂપે આ સહાયના ચેક વિતરણ કર્યા હતા.

લોકોને આર્થિક રીતે પુનઃબેઠા કરવાની નેમઃ CM
મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન રાજકોટ નાગરિક સહકારી બેંકના ઉપક્રમે થયું હતું. આ સમારોહમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આવા નાના કારીગરો ધંધા-વ્યવસાયકારોને પાંચ-પચ્ચીસ હજારની રોકડ સહાય આપી પ્રસિદ્ધિ મેળવી લેનારી આ સરકાર નથી. આપણે તો નાના પણ મોટા મનના ઈમાનદાર લોકોને આર્થિક રીતે પુનઃબેઠા કરવા તેમની આંગળી પકડીને સ્થિર આવક આપવાની મથામણ આદરી છે. સમાજના નાનામાં નાના માનવીની આપત્તિમાં પડખે ઉભા રહી સૌના સુખે સુખી-સૌના દુઃખે દુઃખીની સંવેદના સાથે સરકાર દાયિત્વ નિભાવે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો