તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નાણાં વિભાગની વેબસાઇટમાં CMનો ફોટો બદલાયો, નીતિન પટેલ યથાવત

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર એન્ડ બીની વેબસાઇટ પર હજી પણ સીએમ તરીકે રૂપાણીનો ફોટો

નવા મુખ્યમંત્રીના શપથવિધિ બાદ રાજ્ય સરકારના વિભાગોની વેબસાઇટ પર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની તસવીર અને નામ સાથેની વિગતો અપલોડ કરાઇ છે પરંતુ અનેક વિભાગોએ હજુ સુધી જૂના મંત્રીઓની તસવીરો મંત્રી તરીકે યથાવત રાખી છે. નાણાં વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર તો અપલોડ કરી પરંતુ ના.મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલની વિગતો અને તસવીર યથાવત રાખી છે.

રૂપાણીની સાથે જ મંત્રીમંડળના તમામ સભ્યોનું રાજીનામુ પડ્યું હોવા છતાં અને નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ લેતાની સાથે જ કાર્યકારી મંત્રીમંડળનું પણ અસ્તિત્વ નહીં રહેતા રૂપાણી સરકારના કોઇપણ મંત્રી હાલ હોદ્દો ધરાવતા નથી. છતાં કેટલાક વિભાગોની વેબસાઇટ પર હાલમાં પણ જૂના મંત્રીઓના ફોટા મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે.

ઉર્જા વિભાગે વેબસાઇટ પર ભૂપેન્દ્ર પટેલનો ફોટો અપલોડ કર્યો પણ ડે. સીએમ તરીકે નીતિન પટેલ, ઉર્જા મંત્રી તરીકે સૌરભ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજાનો ફોટો હટાવ્યો નથી. માર્ગ અને મકાન વિભાગની વેબસાઇટ પર હજુ પણ સીએમ તરીકે વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ તરીકે નીતિન પટેલની વિગતો અને ફોટા યથાવત છે આ જ રીતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને જ દર્શાવાઇ રહ્યા છે જ્યારે મંત્રી તરીકે ઇશ્વર પરમારનો ફોટો યથાવત રખાયો છે. સિંચાઇ અને જળસંપત્તિ વિભાગે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફોટો મૂક્યો પણ મંત્રી તરીકે હજુ કુંવરજી બાવળિયાને જ દર્શાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...