ઓચિંતી મુલાકાત:કલોલ ઇફ્કોના નેનો યુરીયા પ્લાન્ટની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, પ્લાન્ટમાં 500 મી.લી.ની 1.50 લાખ બોટલ નેનો યુરીયાનું ઉત્પાદન કરવાની ક્ષમતા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્લાન્ટનું વડાપ્રધાન નરેંદ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ ઉદ્ઘાટન કરાયું છે

ગાંધીનગરનાં કલોલ ઇફ્કોના નેનો યુરીયા પ્લાન્ટની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટનું વડાપ્રધાન નરેંદ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મુખ્યમંત્રીએ નેનો યુરિયા પ્લાન્ટની મુલાકાત અન્વયે મુખ્યમંત્રી નગરપાલિકાની ઓચિંતી મુલાકાત કરશે તેવું લાગતા કલોલ નગરપાલિકા પણ દોડતું થઇ ગયું હતું.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધન કરીને કલોલ ઇફકોના નેનો યુરીયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ 175 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જે રોજ દોઢ લાખ બોટલનું ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જેનું ઉદ્ઘાટન કર્યું છે તે કલોલ ઇફકોના નેનો યુરીયા પ્લાન્ટની આજે મુલાકાત લીઘી હતી.કલોલમાં સ્થપાયેલો આ આધુનિક પ્લાન્ટ અત્યારે 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી સમયમાં દેશમાં આવા 8 વધુ પ્લાન્ટ પણ શરૂ કરીને યુરિયા પરની વિદેશી નિર્ભરતા ઘટાડવાની પ્રધાનમંત્રી નેમ છે.

ખાતરમાં આ નેનો ટેકનોલોજીમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં આત્મનિર્ભરતા તરફ જે પગલું ભર્યું છે તે કેટલું મહત્ત્વનું છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ મુખયમંત્રીએ આ પ્લાન્ટની મુલાકાતથી કરી હતી. રૂપિયા 175 કરોડના ખર્ચે ઈફકો કલોલમાં કાર્યરત થયેલા આ પ્લાન્ટમાં 500 મી.લી.ની 1.50 લાખ બોટલ નેનો યુરીયાનું ઉત્પાદન થાય છે.

મુખ્યમંત્રી સાથે આ પ્લાન્ટ મુલાકાતમાં મુખ્ય સચિવ પંકજ કુમાર,ગાંધીનગર કલેક્ટર કુલદિપ આર્ય તેમજ ઈફકો કલોલ પ્લાન્ટના વરિષ્ઠ ઈજનેરો જોડાયા હતા. મુખ્યમંત્રીએ નેનો યુરીયાના સમગ્ર પ્લાન્ટની ગતિવિધીનું તેમજ કંટ્રોલ રૂમનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. જ્યારે આજે મુખ્યમંત્રી કલોલ નેનો પ્લાન્ટની મુલાકાત વેળાએ કલોલ નગરપાલિકાની પણ ઓચિંતી મુલાકાત લેશે તેવું માનીને આખું નગરપાલિકા તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. જોકે, મુખ્યમંત્રી તેમના નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપી રવાના થતાં કલોલ નગરપાલિકા તંત્રએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...