તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની કસોટી:ચૂંટણી પ્રચાર સમયે જ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થતા પ્રચારમાં અડચણ, રૂપાણી-પાટીલની સંયુક્ત ચૂંટણી સભાઓ અટવાઈ

ગાંધીનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના ચૂંટણી માટેના 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં મુખ્યમંત્રીનું નામ પણ સામેલ હતું
 • સીએમ ક્વોરન્ટીન થતા હવે પ્રદેશ પ્રમુખ સાથે નાયબ મુખ્યમંત્રી પ્રચારસભાઓ યોજી શકે છે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. હાલમાં તેઓને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતા વાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં રાજ્યમાં 6 મહાનગરોની ચૂંટણી પ્રચારની જોરશોરથી કામગીરી ચાલી રહી છે. ભાજપ દ્વારા હાથી, ડીજે સહિતના મનોરંજનના સાધનો દ્વારા પ્રજાને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આવા સમયે રાજ્યના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ આવતા પ્રચારમાં અડચણો ઉભી થઈ શકે છે.

હવે ભાજપ પોતાનો પ્રચાર કેવી રીતે આગળ વધારશે?
સીએમ વિજય રૂપાણી સાથે ભાજપના અન્ય મોટા નેતાઓ પણ કોરોના પોઝિટિવ થયા છે. જેના કારણે તેઓ પણ અલગ-અલગ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. મતદાનના ગણતરીના દિવસો બાકી હોવાથી ભાજપ માટે હાલનો સમય કસોટી ભર્યો સાબિત થઈ રહ્યો છે. ત્યારે હવે જોવાનું છેકે, મુખ્યમંત્રી તેમજ અન્ય દિગ્ગજ નેતાઓની ગેરહાજરીમાં ભાજપ પોતાના પ્રચારને કેવી રીતે આગળ લઈ જશે. તે અંગેનું ફરીથી મનોમંથન ભાજપે શરૂ કર્યું છે. ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી, જેમા મુખ્યમંત્રીનું નામ પણ સામેલ હતું.

પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ મુખ્યમંત્રીની સંંયુક્ત પ્રચાર સભાનું આયોજન રદ્દ થઈ શકે છે
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ મુખ્યમંત્રીની સંંયુક્ત પ્રચાર સભાનું આયોજન રદ્દ થઈ શકે છે

સીએમ ગઈકાલે વડોદરામાં સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા
આ અગાઉ સીએમ વિજય રૂપાણીએ વડોદરા, ભાવનગર અને રાજકોટમાં પણ ચૂંટણી સભાઓ સંબોધી હતી. ત્યારે આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ મુખ્યમંત્રીની સંંયુક્ત પ્રચાર સભાનુ આયોજન કરવામા આવ્યું હતું. પરંતુ સીએમ ક્વોરન્ટીન થઈ જતા પ્રદેશ પ્રમુખ સાથે નાયબ મુખ્યમંત્રી પ્રચારસભાઓ યોજવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે ચૂંટણીને લઈને પ્રચાર અભિયાનમાં ભાજપના સ્ટાર પ્રચારક અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની જાહેરસભામાં ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જોકે આજે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 3 જાહેર સભા દરમિયાન સ્ટેજ ઉપર હાજર સાંસદ, ધારાસભ્યો, હોદ્દેદારો અને 11 વોર્ડના 44 ઉમેદવારો ચિંતામાં મૂકાઈ ગયા છે.

વડોદરાની જાહેરસભામાં સીએમ સાથે 11 વોર્ડના 44 ઉમેદવારો અને કાર્યકરો જોડાયા હતા
વડોદરાની જાહેરસભામાં સીએમ સાથે 11 વોર્ડના 44 ઉમેદવારો અને કાર્યકરો જોડાયા હતા

સ્ટેજ પર હાજર લોકોનો કોરોના ટેસ્ટ ન થાય તો સંક્રમણ વધશે
વડોદરા શહેરના તરસાલી, સંગમ ચાર રસ્તા અને નિઝામપુરાની સભામાં હજારો લોકો, નેતાઓ, 11 વોર્ડના 44 ઉમેદવારો અને કાર્યકરો જોડાયા હતા. જેમાં વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર પ્રમુખ વિજય શાહ, ધારાસભ્યો, વોર્ડના ઉમેવાદરો અને હોદ્દેદારો સ્ટેજ પર હાજર હતા. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય છે. જોકે વડોદરા શહેર પ્રમુખ વિજય શાહે તો કોઇને કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર ન હોવાની વાત કરી છે અને કાર્યકરોને પ્રચારમાં જોડાઇ જવાની પણ અપીલ કરી છે. જો સ્ટેજ પર હાજર લોકોનો કોરોના ટેસ્ટ ન થાય તો સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

નિઝામપુરામાં છેલ્લી જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા
નિઝામપુરામાં છેલ્લી જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા

ફરીથી પાર્ટીના કામમાં લાગી જવાની શહેર પ્રમુખની અપીલ
વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય સારૂ રહે અને તેઓ જલ્દી સાજા થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. જોકે જાહેરસભાઓ દરમિયાન અમે લોકો માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું હતું. જેથી કાર્યકરોને અપીલ છે કે, તમે ફરીથી પાર્ટીના કામમાં લાગી જાઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો