તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.ટી કર્મચારી મહામંડળમાં રોષ:'CMએ 14 બસ સ્ટોપનું લોકર્પણ કર્યું પણ કોરોનામાં મૃત્યુ પામેલા 147થી વધુ કર્મચારીઓને યાદ પણ ન કર્યા'

ગાંધીનગર2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાથી એસ.ટી વિભાગના 2000 જેટલા કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.
  • કોરોનામાં જીવ ગુમાવનારા કર્મચારીઓને વળતર ન મળતા કર્મચારી મહામંડળની નારાજગી.

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીમાં ડોક્ટર્સથી માંડીને પોલીસ સુધીના અનેક કોરોના વોરિયર્સ જીવ ગુમાવ્યા છે. મહામારીમાં કાર્યરત એસ.ટી નિગમના કર્મચારીઓ પણ તેમાં સંક્રમિત થયા અને 147 જેટલા કર્મચારીઓના મોત થયા. આજે સી.એમ રૂપાણીએ 14 જેટલા બસ સ્ટોપનું લોકાર્પણ કર્યું, પરંતુ આ કર્મચારીઓને યાદ પણ ન કર્યા. જેને લઈને એસ.ટી કર્મચારી મહામંડળના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકીએ નારાજગી વ્યક્ત કરી હતી.

કોરોનામાં એસ.ટીના 147 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો
કોરોનાકાળ દરમિયાન એસ.ટી નિગમના કર્મચારીઓ મહામારી દરમિયાન પણ પોતાની ફરજ નિભાવતા હતા. જેમાં અત્યાર સુધીમાં એસ.ટી વિભાગના 2000 કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે અને 147 જેટલા કર્મચારીઓ પોતાનો જીવ કોરોનાને કારણે ગુમાવ્યો છે. આ જીવ ગુમાવનાર એસ.ટીના કર્મચારીઓને સરકાર તરફથી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. જેને લઈને ગુજરાત એસ.ટી કર્મચારી મહામંડળએ નારજગી વ્યક્ત કરી છે.

સી.એમ રૂપાણીની તસવીર
સી.એમ રૂપાણીની તસવીર

એસ.ટી કર્મચારી મહામંડળે નારાજગી દર્શાવી
ગુજરાત એસ.ટી મહામંડળના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી એ જણાવ્યું કે, સી.એમએ 14 બસ સ્ટોપનું લોકર્પણ કર્યું અને તમામ એસ.ટી કર્મચારીઓનો આભાર માન્યો. જેનો અમને આનંદ છે, પરંતુ તેઓએ અમારા 147 કર્મચારીઓ કે જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એમને યાદ પણ ન કર્યા એનું અમને દુઃખ છે. સાથે નિયમ અનુસાર અમને મોંઘવારી ભથ્થું મળવું જોઈએ. પરંતુ ગાંધીનગરમાં બેઠેલા અધિકારી અલગ અલગ બહાના કાઢે છે. આજે સીએમએ પોતાની સ્પીચમાં કહ્યું કે, એસ.ટીએ લોકોની સેવા માટે છે નફો હેતુ માટે નથી. તેમ છતાં આ અધિકારીઓ અમારી જોડે વાર્ષિક હિસાબની માહિતી માંગીને અમને નુકસાનીની ભૂલો બતાવે છે. અમારી એક જ અપીલ છે સરકાર અમારી મદદ કરે અને અમને આ ભથ્થું મળે.

કોરોનાકાળમાં એસ.ટી વિભાગને 500 કરોડથી વધુનું નુકસાન
આજે રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વિવિધ તાલુકા મથકોના 8 નવા બસ મથકો 1 એસ.ટી. વર્કશોપના ઇ-લોકાર્પણ પાંચ એસ.ટી વર્કશોપના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા. આ સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આજે દહેગામ ખાતે રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. જેમાં કોરોનાકાળમાં રાજ્યમાં એસ.ટી વિભાગને 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આગામી 5 વર્ષોમાં રાજ્યના તમામ તાલુકાના બસ સ્ટેશનો સુવિધાનજક બનાવવાના સરકારના આયોજન વિશે જણાવ્યું હતું.