• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • 'CM Rupani's Performance, DyCM Nitin Patel's Working Style, What Is The Leadership Of BJP State President CR Patil? And What Is The Status Of 'you'?

BJPના પ્રભારીએ પૂછ્યું...:‘CM રૂપાણીનું પર્ફોમન્સ, DyCM નીતિન પટેલની કાર્યશૈલી, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નેતૃત્વ કેવું છે? અને ‘આપ’ની સ્થિતિ કેવી છે?

ગાંધીનગર4 મહિનો પહેલાલેખક: દિનેશ જોષી
  • કૉપી લિંક
ભુપેન્દ્ર યાદવની તસવીર - Divya Bhaskar
ભુપેન્દ્ર યાદવની તસવીર
  • દિવસભર માત્ર અનુભવી નેતાઓ સાથે વન ટુ વન મીટિંગ કરી વર્તમાન રાજકીય સ્થિતિ જાણી
  • યાદવે ગુજરાત પ્રવાસ ટૂંકાવ્યો, પણ મંગળવારે ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેશે

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવનું આગમન ગુજરાતમાં આગામી દિવસોમાં મોટી રાજકીય હલચલ થઈ રહી હોવાના સંકેત ચોક્કસ આપી રહ્યું હોવાનું ભાજપના સૂત્રોનું જ કહેવું છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું છે કે,જે અ્નુભવી નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી તેમને સ્પષ્ટ પૂછ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પર્ફોમન્સ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કાર્ય કરવાની શૈલી,ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું પ્રદેશ નેતૃત્વ કેવું છે? પ્રભારીએ ત્યાં સુધી પૂછ્યું કે, ‘આપ’ની ગુજરાતમાં અત્યારની સ્થિતિ અને આગળ શું થઈ શકે. ભાજપના પ્રદેશ પ્રભારીએ પ્રથમ વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાબતે કદાચ પૂછયું હશે.

સરકારના પર્ફોમન્સ અંગે પૂછપરછ
સામાન્ય રીતે અત્યાર સુધી ‘આપ’ બાબતે ભાજપ સજાગ હતો, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દેખાવથી ચિંતા અનુભવે છે તેવું ગણી શકાય. વિશ્વસનીય સૂત્રોના કહ્યા પ્રમાણે તેમણે રાજ્યમાં ભાજપના ટોચના 3 નેતા વિજય રૂપાણી, નીતિન પટેલ અને સી. આર. પાટીલ બાબતે પણ પૂછપરછ કરી હતી. તેમણે સરકાર અને સંગઠન ઉપરાંત માત્ર સરકારનું પર્ફોમન્સ અને ભાજપનું પક્ષ તરીકેનું પર્ફોમન્સ સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. પ્રભારીએ કોંગ્રેસ સહિત ગુજરાતની રાજકીય સ્થિતિ બાબતે પૂછ્યું હતું.પક્ષ સાથે વિરોધી રાજકીય પક્ષોની હાલની અને ભવિષ્યના દેખાવ બાબતે પૂછપરછ કરી હતી.

મિસ મેનેજમેન્ટ કહી શકાય તેવા નિર્ણયો કયા ને કોના?
પ્રભારીએ ત્યાં સુધી પૂછ્યું કે,પ્રજામાં ભાજપની સરકાર તરીકે અને ભાજપની પ્રજા તરીકેની ઇમેજ છે, તેને નુકસાન થયું હોય તેવા કયા કયા નિર્ણયો કે ઘટના છે. આ ઘટનાઓ પાછળ કોણ જવાબદાર અને આવી ભૂલ થવાનું કારણ શું ત્યાં સુધી પ્રભારીએ પૂછ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. આવા નિર્ણયો લેતાં પહેલાં કોની કોની સાથે વાટાઘાટો નિર્ણય લેનારી વ્યક્તિએ કરી છે તે પણ જાણવાની ઉત્સુકતા પ્રભારીએ દર્શાવી હોવાનું સૂત્રોનું કહેવું છે.

નેતાઓની મુલાકાતોમાં ચોક્કસ પ્રકારનું લોબિંગ થયાની ચર્ચા
યાદવે 13 પ્રદેશ કક્ષાના નેતાઓને મળી ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે, શનિવારે સવારે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાતો દરમિયાન લોબિંગ થયું હોવાની પણ ચર્ચા છે. યાદવ રવિવારે સાંજે પરત ફરવાના હતા. જોકે તેમણે પ્રવાસ ટૂંકાવી દીધો છે, પણ તેઓ મંગળવારે ધારાસભ્યોની ગાંધીનગરમાં મળનારી બેઠકમાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...