તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિની લોકડાઉન વધુ ત્રણ દિવસ લંબાવ્યું:વાવાઝોડાની પરિસ્થિતિને પગલે રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો લંબાવાયાં, ત્રણ દિવસ બાદ નવો નિર્ણય જાહેર કરાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 મે-2021થી 20મે-2021 સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવશે
  • 18 મે 2021થી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના આ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે
  • 21મી મે 2021ની સવારે 6 વાગ્યા સુધી આ શહેરોમાં કરવાનો રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફયૂ સહિત વધારાનાં મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને હાલની સંભવિત વાવાઝોડા સહિતની પરિસ્થિતિમાં તેમજ કોરોનાની સ્થિતિમાં સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે એવી હમદર્દી સાથે રાત્રિ કર્ફયૂ અને વધારાનાં મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે.

મિની લોકડાઉન 21મી મેના સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ તા.18 મે-2021થી તા.20 મે-2021 સુધી દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ 36 શહેરોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે એ પણ તા. 18મી મે સવારે 6 વાગ્યાથી તા. 21મી મે સવારે 6 વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યાં છે.
આ 36 શહેરો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે એ તા. 18મી મેના સવારે 6 વાગ્યાથી તા. 21મી મેના સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે.

વાવાઝોડાની પરિસ્થિતિને પગલે નિર્ણય
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વાવઝોડાની પરિસ્થિતિ અને તંત્ર હાલ કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ યથાવત રહેશે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જેમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનોનો સમાવેશ થાય છે. જ્યારે 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.

આવશ્યક સેવાઓ યથાવત રહેશે
આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસિસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.

ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે
આ 36 શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.

તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો ચાલુ રહેશે
રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મોલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ
આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે.

APMCમાં માત્ર શાકભાજી તથા ફળોનું ખરીદ વેચાણ ચાલુ રહેશે
સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જાહેર મેળાવડાઓ બંધ રહેશે
આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...