તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી સોલાર પોલિસી જાહેર:વીજ કંપનીને ચૂકવાતી સિક્યોરિટી ડિપોઝિટ મેગાવોટ દીઠ 25 લાખથી ઘટાડી 5 લાખ કરાઇ , કોઈપણ વ્યક્તિ કે ઉદ્યોગ અમર્યાદિત સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 16 નગરપાલિકાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સોલાર પોલિસી-2021 જાહેર કરી હતી, જેમાં એવી જોગવાઇ કરી છે કે રાજ્યમાં કોઇપણ વ્યક્તિ, ડેવલપર કે ઉદ્યોગો પોતાની જમીન અથવા પ્રિમાઇસીસમાં કોઇપણ પ્રકારની લિમિટ વિના પોતાની જરૂરિયાત મુજબ સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે અને તેમના વપરાશ સિવાયની વધારાની વીજળી રાજ્ય સરકાર ખરીદશે. પ્રોજેક્ટ ડેવલપર દ્વારા વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિક્યોરિટી ડિપોઝિટ પ્રતિ મેગાવોટ 25 લાખથી ઘટાડી 5 લાખ કરાઇ છે. હાલની પોલિસીમાં ઉદ્યોગો માટે સોલાર પ્રોજેક્ટ સ્થાપવા મંજૂર લોડ અથવા કોન્ટ્રાક્ટ ડિમાંડના 50 ટકાની મર્યાદા નવી પોલિસીમાં દૂર કરી દેવાઇ છે. ગ્રાહકો તેમની જગ્યા કે છત ઉપર સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે અને વીજ ઉત્પાદન માટે થર્ડ પાર્ટીને લીઝ પર આપી શકશે.

ઊદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, નવી સોલાર પાવર પોલિસી આગામી 5 વર્ષ એટલે કે 31-12-2025 સુધી કાર્યરત રહેશે. જેમાં સ્થાપિત સોલાર પ્રોજેક્ટ માટેના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા સુધી મેળવી શકાશે. રહેણાક ગ્રાહકો અને એમએસએમઇ એકમો દ્વારા સ્વ-વપરાશ માટે ઉપયોગ કરતા ગ્રાહકોને તેમના વપરાશ બાદ થયેલી વધારાની ઊર્જા વીજ કંપનીઓ દ્વારા પ્રતિ યુનિટ રૂ.2.25ના દરે ખરીદવામાં આવશે. અન્ય તમામ ગ્રાહકો માટે બિડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી થયેલા ટેરિફના 75 ટકાના દરે વીજળી ખરીદાશે.

2022 સુધીમાં 30 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય
મુખ્યમંત્રીએ ગ્રીન એનર્જી ક્ષ્રેત્રે ગુજરાતે કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યુ કે, ગુજરાતે 11 હજાર મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને 2022 સુધીમાં 30 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય છે. જેમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજયમાં સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી 800 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી રહેલ છે તેમજ રાજ્ય સોલાર રૂફટોપ યોજનામાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. દેશમાં સૌ પ્રથમ સોલાર પોલિસીની સાથે સાથે “સૂર્ય ગુજરાત યોજના” પણ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ચારણકા સોલાર પાર્કની ક્ષમતા વધારવાની સાથે સાથે ધોલેરામાં પણ 1000 મેગાવોટનો સોલાર પાર્ક તથા 700 મેગાવોટના રાધાનેસડા સોલાર પાર્ક નિર્માણાધિન છે. આ રીતે ગુજરાતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અનોખું સ્થાન બનાવ્યું છે.

મનપાઓ ઈમારતો પર સૌર ઊર્જાના ઉત્પાદનથી કમાણી કરી શકે છે: CM
ગુજરાતના 16 નગરપાલિકાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ-ડબલ્યુ, ટી.પી.સૌર ઉર્જા-સોલાર એનર્જી આધારિત કરવાના ખાતમૂર્હૂત કર્યા હતા. જ્યારે 18 નગરપાલિકામાં વિવિધ વિકાસ કામ-ઇન્ફાસ્ટ્રકચર ડેવપલમેન્ટ કાર્યનો પણ આરંભ કરાવ્યો હતો. તેમણે મહાનગરપાલિકાઓને હિમાયત કરી હતી કે, મહાનગરપાલિકાઓ તેમની ઇમારતો પર સૌર ઉર્જા ઉતપન્ન કરતા સાધનો બેસાડી શકે છે અને તેના મારફત ઉત્પન્ન થતી સૌર ઉર્જાનું વેચાણ કરીને કમાણી કરી શકે છે. મહાનગરપાલિકા હસ્તક મોટા ગાર્ડન, હોલ, સ્કૂલો, કોમ્પલેક્ષ સહિતની ઇમારત હોય છે. આ ઇમારત ઉપરાંત ખુલ્લી જગ્યા પણ હોય છે. આવી ખુલ્લી જગ્યા અને ઇમારતો પર સૌર ઉર્જા ઉત્પન્ન કરીને મહાનગરપાલિકામાં ઊંચી રકમની કાયમી આવક ઉભી કરી શકે છે.

કાર્બનના ઉત્સર્જનમાં 60 મીલીયન ટન જેટલો ઘટાડો થશે
તેમણે ઉમેર્યુ કે, રીન્યુએબલ એનર્જી માટે 60 હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઇ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીએ કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ખાતમૂહુર્ત પણ કર્યુ છે. આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે, 30 ગીગાવોટનો આ પાવર પ્લાન્ટ શરૂ થવાથી 60 હજાર મિલિયન યુનિટથી વધુ ક્લીન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે. જેનાથી કાર્બનના ઉત્સર્જનમાં 60 મીલીયન ટન જેટલો ઘટાડો થશે. એટલું જ નહી 40 મિલીયન ટન કોલસાની પણ બચત થશે અને વાર્ષિક 25 હજાર લોકોને રોજગારી મળશે. ગુજરાતની સાથોસાથ અન્ય રાજ્યોને પણ ઊર્જા પૂરી પડાશે તથા અન્ય રાજ્યોને પણ ઊર્જા ની સાથે સાથે અન્ય ઉદ્યોગ ગૃહોને રોજગારી માટે મદદ પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો