તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છ મહિના પછી ભેગાં થયા!:સરકાર-ભાજપ સંગઠન વચ્ચે તાલમેલ બેસાડવા CM રૂપાણી અને C.R. પાટીલ એકાંતે મળ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂપાણી અને પાટીલની ફાઇલ તસવીર - Divya Bhaskar
રૂપાણી અને પાટીલની ફાઇલ તસવીર
  • બંધબારણે યોજાયેલી બેઠકને સંકલન બેઠક નામ અપાયું
  • છ મહિના પછી સરકાર અને સંગઠનના વડા છેક હવે ભેગા થયા

ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે બધું તાલમેલ સાથે ચાલતું રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના બંગલે પક્ષના પ્રમુખ પાટીલને મળ્યા હતા. બે કલાક સુધી બંધ બારણે થયેલી બેઠકમાં રૂપાણીએ જ પાટીલને સામે ચાલીને આંતરિક બાબતોની ચર્ચા માટે બોલાવ્યા હતા.

પાટીલને કડક સૂચનાઓ આપવામાં આવીઃ સૂત્ર
સવારે 10 વાગ્યે પાટીલ રૂપાણીના બંગલે પહોંચ્યા હતા અને તેમણે આ મંત્રણા શરૂ કરી હતી. ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને છેલ્લે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત વખતે આ બન્ને નેતાઓને તેમાંય ખાસ કરીને પાટીલને કડક સૂચના અપાઇ હતી કે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે અને વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇને તમામ ગતિવિધીઓ સંભાળે. તે પછી આ ઘટના બની હોવાનું ભાજપના સૂત્રો જણાવે છે.

બંને નેતાઓ હરીફ તરીકે વર્તે છેઃ સૂત્ર
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે હજુ પણ રૂપાણી અને પાટીલ એકબીજાના હરિફ તરીકે વર્તતા હોવાનો ખ્યાલ પ્રવર્તે છે તે દરમિયાન આ બન્ને નેતાઓ વચ્ચે થયેલી બેઠકને કારણે કદાચ તેઓ સાથે છે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. આ બેઠકમાં તેમણે કયા મુદ્દા પર ચર્ચા કરી હશે તે કળવું મુશ્કેલ છે, પરંતુ આવનારાં દિવસોમાં પાર્ટીના કાર્યક્રમોમાં સરકારના કામોનું પ્રતિબિંબ પડે તે માટે તેમની વચ્ચે ગોષ્ઠી થઇ હોઇ શકે.

આગામી બદલી વિશે ચર્ચા કરી હોવાની આશંકા
​​​​​​​ગયાં સપ્તાહે સરકારના તમામ મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી પોતાના વિભાગના કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી તેને લઇને પણ રૂપાણી અને પાટીલ વચ્ચે વાતચીત થઇ હોય તે સંભવ છે. આ બેઠકમાં તેઓએ આગામી સમયમાં રાજ્યમાં થનારી આઇપીએસ અધિકારીઓની બદલી અંગે પણ વાતચીત કરી હોવાનું જાણમાં આવ્યું છે. આ બેઠક બાદ પાટીલ સીધાં જ પક્ષના મુખ્ય કાર્યાલય કમલમ પર આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...