કોંગ્રેસની માગ:CM, ડે.CM તેમના ફોન હેક થયા છે કે નહીં તેની તપાસ કરાવે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેગાસીસ મુદ્દે ગુજરાત કનેકશનની તપાસ જરૂરી : મોઢવાડિયા
  • જજ, રાહુલ ગાંધી, પત્રકારો સહિત 300ની જાસૂસી થઇ છે

દેશના વિરોધ પક્ષના નેતાઓ, કેન્દ્ર સરકારના ચોક્કસ મંત્રીઓ, ટોચના પત્રકારો, કર્મશીલો, સુપ્રિમ કોર્ટના જજ અને વકીલો, ચૂંટણી પંચના અધિકારીઓ સહિત 300 વ્યકિતની જાસુસી પેગાસીસ માલવેર દ્વારા થઇ રહીં હતી તેવો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,ગુજરાતના મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી પણ તેમના ફોન તેમના જ આકાઓએ હેક કર્યા નથીને તેની તપાસ કરાવે. મોઢવાડિયાએ પેગાસીસનું ગુજરાત કનેકશન છે કે નહીં તેની તપાસ થવી જોઇએ તેવી માગ કરી હતી.

મોઢવાડિયાએ કહ્યું હતું કે, પેગાસીસથી રાહુલ ગાંધી, ભાજપના બે મંત્રીઓ પ્રહલાદ જોષી અને વૈષ્નોઈ,સુપ્રિમ કોર્ટના જજ, મુખ્ય ન્યાયધીશના મહિલા સ્ટાફ મેમ્બરના પરિવારના 11 મોબાઈલ, 40 જેટલા પત્રકારો, ચૂંટણી પંચના કમિશ્નર અને સ્વતંત્ર કર્મશીલોના ફોન ઉપર પેગાસીસ માલવેર મોકલાયાની હકીકત બહાર આવી છે. કર્ણાટક અને મધ્યપ્રદેશની કોંગ્રેસની બહુમતી ધરાવતી સરકારને ઉથલાવવા ફોન હેક થયાની હકીકત બહાર આવી છે.

અન્ય સમાચારો પણ છે...