એસીબીની સફળ ટ્રેપ:દહેગામ નગરપાલિકામાં લગ્નનાં સર્ટિફિકેટની અવેજીમાં લાંચ માંગનાર કલાર્ક એસીબીના સકંજામાં, વ્યાપક ફરિયાદો મળતાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નનાં સર્ટિફિકેટ માટે ત્રણ હજારની લાંચ માંગી હતી

ભ્રષ્ટાચારથી ખદબદતી દહેગામ નગર પાલિકામાં આવેલ જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખાની મળેલી વ્યાપક ફરિયાદોના પગલે એસીબીની ટીમે લાંચનું છટકુ ગોઠવી લગ્નના સર્ટિફિકેટની અવેજીમાં ત્રણ હજારની લાંચ માંગનાર કલાર્ક રોહિતભાઈ ચીમનલાલ શાહને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યો છે.

જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં ભ્રષ્ટાચાર વકર્યો હતો
દહેગામ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં કામ કરતા કર્મચારી દ્વારા લગ્ન અંગેના સર્ટીફીકેટ માટેના રૂ 1 હજારથી થી રૂ. 1500 ની લાંચની માંગણી કરવામાં આવતી રહેતી હતી. અને જો પૈસા આપવામાં ના આવે તો યેનકેન પ્રકારે ધક્કા ખવડાવી, કામમાં વિલંબ કરવામાં આવતો હતો.

લાંચ લેતા કલાર્ક રોહિતભાઈ ચીમનલાલ શાહ આબાદ રીતે ઝડપાયો
​​​​​​​
જેનાં કારણે નાગરિકો તોબા પોકારી ઉઠયા હતા. ત્યારે દહેગામ નગરપાલિકામાં ચાલતાં ભ્રષ્ટાચારની ગંધ એસીબીને આવી ગઈ હતી. આથી દહેગામ નગરપાલિકામાં ટ્રેપ નું આયોજન ગાંધીનગર એસીબી પોલીસ મથકના પીઆઈ એચ બી ચાવડાએ ગોઠવી હતી. જેમાં બે સર્ટીફિકેટ પેટે રૂ.3 હજારની ની લાંચ લેતા કલાર્ક રોહિતભાઈ ચીમનલાલ શાહ આબાદ રીતે ઝડપાઈ ગયો હતો. જેનાં પગલે દહેગામ નગરપાલિકાનાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...