લાંચ લેતા ઝડપાયો:કલોલ મામલતદાર કચેરીનો ક્લાર્ક 500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ મામલતદાર કચેરીમા નોકરી કરતા હંગામી ક્લાર્કને 500 રૂપિયા લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. ક્લાર્ક દ્વારા અરજદાર પાસેથી જૂના રેકર્ડ કઢાવવા માટે રૂપિયાની માંગણી કરી હતી. જેને લઇ એસીબીએ મંગળવારે છટકુ ગોઠવતા ક્લાર્કને ઝડપી લીધો હતો.

અરજદાર દ્વારા તેના જૂના રેકર્ડની નકલ મેળવવા કચેરીમાં ગયો હતો અને નકલ કારકુન 49 વર્ષિય મનોજ પ્રવિણચંદ્ર દરજી (રહે કલોલ)ને મળ્યો હતો. તે સમયે કારકુન દ્વારા 500 રૂપિયાની માગ કરવામાં આવી હતી. ત્યારે અરજદારની રૂપિયા આપવાની અનિચ્છા હોવાથી ગાંધીનગર એસીબી કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...