અન્યાયનો આક્ષેપ:કલોલ પાલિકાના સફાઇ કર્મીએ ઝેરી દવા ગટગટાવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતીમાં વાલ્મિકી સમાજને અન્યાયનો આક્ષેપ

કલોલ નગરપાલિકામા સફાઇ કર્મચારીઓની ભરતીમા વાલ્મીકી સમાજને અન્યાય કરવામા આવતો હોવાને લઇને એક સફાઇ કર્મચારીઓેએ ઝેરી દવા ગટગટાવી હતી. જેને લઇને કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડવામા આવ્યો હતો. કલોલ પાલિકામા તાજેતરમા 11 સફાઇ કર્મચારીઓની ભરતી કરવામા આવી છે. જેમા વાલ્મીકી સમાજને અન્યાય કરવામા આવી રહ્યો હોવાની માંગ સાથે આજે સોમવારે કલોલ નગરપાલિકા કચેરીમાં જ સફાઇ કર્મચારી ગૌતમ ભૂતિયા નામના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કર્મચારીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમા વાલ્મીકી સમાજને અન્યાય કરવામાં આવ્યો છે. વાલ્મિકી સમાજના લોકોને ભરતી કરવામાં નહીં આવી અન્ય સમાજના લોકોને ભરતી કરવામાં આવી હતી. જેથી પાલિકામાં વાલ્મીકી સમાજના આગેવાનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ગૌતમભાઈ ભૂતિયાએ પોતાના ખિસ્સામાંથી ઝેરી પદાર્થ કાઢીને મોઢામાં મૂકી જતા તે ઘટના સ્થળે જ ઢડી પડ્યો હતો. જેને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...