ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા 10-15 દિવસ સફાઈની કામગીરીને અસર થાય તેવી ભીતી છે. મનપાની વિવિધ એજન્સીઓમાં સફાઈની કામગીરી કરતાં અનેક સફાઈ કામદારો હોળીના તહેવારને લઈને વતન પહોંચી ગયા છે. જે સામાન્ય રીતે 10-15 દિવસે જ પરત ફરતાં હોય છે, જેને પગલે આ દિવસોમાં એજન્સીઓને પુરતા માણસા મળી રહેશે કે નહીં તે પ્રશ્ન છે. જેને પગલે શહેરની સફાઈની કામગીરીને અસર પહોંચે તેમ છે. ઉલ્લેખનિય છે કે અગાઉ સફાઈ કામદારોની હડતાળોને પગલે મોટાભાગના સ્થાનિક સફાઈ કામદારોને કાઢીને પંચમહાલ, ગોધરા, દાહોદ સહિતના વિસ્તારોમાંથી એજન્સીઓ દ્વારા સફાઈ કામદારો લવાયા છે.
આ વિસ્તારમાં હોળીના તહેવારનું અલગ જ મહત્વ હોય છે, જેને પગલે વિવિધ સાઈટો પર કામ કરતાં શ્રમિકો પણ હોળીના તહેવારોમાં વતન જતાં હોય છે. ત્યારે મનપા હસ્તકની એજન્સીઓમાં કામ કરતાં અનેક કામદારો વતન જતાં રહ્યાં છે. જેને શહેરની સફાઈ માટે માણસા ક્યાંથી પુરા પાડવા તે મુંઝવણમાં હાલ એજન્સીઓ છે. સામાન્ય દિવસોમાં માણસોની ઘટ પડતી હોવાની બૂમો પડે છે. હાલ અનેક શ્રમિકો જતાં રહેતાં કામગીરીને અસર થવાની છે, જેમાં સામાન્ય રીતે તંત્ર દ્વારા વીઆઈપી વિસ્તારોમાં સફાઈની કામગીરીને અસર નહીં થવા દે તે નક્કી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.