સ્વચ્છ ભારત મિશન:ગાંધીનગર જિલ્લામાં 25મી ઓક્ટોબરથી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- 2021નો આરંભ થશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- 2021ના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

ગાંધીનગર જિલ્લામાં તા. 25મી ઓકટોબર, 2021થી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- 2021નો આરંભ થનાર છે. આ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- 2021ના સુચારું આયોજન અર્થે આજરોજ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારના સ્વચ્છતા અને પેય જળ જળ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન ( ગ્રામીણ) યોજના હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- 2021નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયકક્ષાએથી તા. 06 ઓક્ટોબર, 2021ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- 2021નું આહવાન કરવામાં આવ્યું છે.

આજરોજ યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમે જણાવ્યું હતું કે, આગામી તા. 25મી ઓકટોબર, 2021થી જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- 2021નો આરંભ થશે. આ માટે એજન્સી નક્કી કરવામાં આવી છે.

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – 2021 અંગે ગામના તમામ લોકોમાં જાગૃતિ આવે અને તમામ નાગરિકો મોબાઇલ એપ્લીકેશનને સમજી, સ્વચ્છતા બાબતે પોતાનો પ્રતિભાવો આપે. તેમજ ગામના તમામ જાહેર સ્થળો જેવા કે, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, દૂધ ઘાર્મિક સ્થળો, જાહેર બજાર-ચોક, પંચાયત ધર વગેરેની સાફ-સફાઇ રાખી અને સ્વચ્છતા બાબતે જાગૃત બને તેવી તમામ બાબતોની વિગતવાર વિસ્તૃત માહિતી આપી હતી. આ જિલ્લા કચેરીઓના સહયોગથી તમામ ગામ, તાલુકા અને જિલ્લાને સ્વચ્છતા બાબતે નંબર-1 બનાવવાની અપીલ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે કરી છે.

અન્ય સમાચારો પણ છે...