પોલીસ સાથે ઘર્ષણ:ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારી યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેમરાહે નોકરી મેળવવા આવેલા યુવક સાથે સંઘર્ષ થતાં ફરિયાદ
  • રહેમરાહે નોકરીની માંગ સાથે આવેલી મહિલાને પીઆઇએ માર માર્યો

ગાંધીનગર શહેરના સેક્ટર 6 સ્થિત સત્યાગ્રહ છાવણીમા આજે ગુરુવારે રહેમરાહે નોકરીની માંગ સાથે આંદોલનકારીઓ આવ્યા હતા. આંદોલનકારીઓ રસ્તો રોકતા પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે જેમા પોલીસ અને આંદોલનકારી યુવક સાથે સંઘર્ષ અને ઘર્ષણના બનાવ બનતા પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

આંદોલનકારીઓ રસ્તો રોકતા પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો
પાટનગરમા માજી સૈનિકો સહિત કેટલાક કર્મચારી મંડળ દ્વારા આંદોનલ કરવામા આવ્યુ હતુ. વિદ્યાસહાયકની ભરતીમા..કેમ કે જૂના જ શિક્ષકો અરજી કરતા હોવાથી વિદ્યાસહાયકની ભરતીમાં નવા ઉમેદવારોને તક જ મળતી નથી. ઉપરાંત શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાની સ્થિતિ યથાવત બની રહેતી હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે.

વિદ્યાસહાયકની 60 ટકા મહેકમ મુજબ ભરતી કરવાની જાહેરાત

વધુમાં છેલ્લા 47 દિવસથી આંદોલન કરી રહેલા ઉમેદવારોએ જણાવ્યું છે કે રાજ્યના શિક્ષણમંત્રીએ અગાઉ ત્રણ વખત વિદ્યાસહાયકની 60 ટકા મહેકમ મુજબ ભરતી કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં હજુ સુધી વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી નહી હોવાનો આક્ષેપ વિદ્યાસહાયકના ઉમેદવારોએ કર્યો છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓના મહેકમ મુજબ 60 ટકા લેખે અંદાજે 12500 જેટલા વિદ્યાસહાયકની ભરતી કરવી પડે તેમ હોવાનું વિદ્યાસહાયકના ઉમેદવારોએ જણાવ્યું છે.
યુવક અને યુવતિઓ દ્વારા આંદોલન કરવામા આવ્યુ
પરંતુ સરકારે તેમની સાથે વાટાઘાટો કરીને આંદોલન પુરી કરાવી દીધુ છે. ત્યારે બે દિવસથી શહેરમા રહેમરાહે નોકરી આપવાની માંગ સાથે કેટલાક યુવક અને યુવતિઓ દ્વારા આંદોલન કરવામા આવી રહ્યુ છે. આજે ગુરુવારે સેક્ટર 6 સત્યાગ્રહ છાવણીમા રહેમરાહે નોકરીની માંગ સાથે યુવક અને યુવતિઓ દ્વારા આંદોલન કરવામા આવ્યુ હતુ. તે સમયે યુવક યુવતિઓ રોડ ઉપર બેસી ગયા હતા.

યુવક અને યુવતિઓ સાથે પોલીસને ઘર્ષણ
તે દરમિયાન પોલીસ દ્વારા આંદોલનકારીઓને ખસેડવાની કાર્યવાહી કરવામા આવી હતી. સેક્ટર 6/7ની ચોકડી ઉપર આવી જતા પોલીસે ડીટેઇન કરવાની કામગીરી કરી હતી. ઉશ્કેરાયેલા આંદોલનકારીઓ દ્વારા હલ્લાબોલ કરવામા આવ્યો હતો. જેમા આંદોલનકારી યુવક અને યુવતિઓ સાથે પોલીસને ઘર્ષણ થયુ હતુ. જેને લઇને પોલીસે એક યુવક 38 વર્ષિય અશોક કનૈયલાલ સોલંકી (રહે, રાજપુર ગામ, ગેબરસેફીની દરગાહ પાસે, કડી, મહેસાણા) સામે ગુનો નોંધ્યો હતો.

યુવતિને પીઆઇ ચૌહાણે માર માર્યો
રહેમરાહે નોકરીની માંગ સાથે આવેલી યુવતિને પીઆઇ ચૌહાણે માર માર્યો હતો, યુવતિએ વિડીયો વાઇરલ કરી રહ્યુ હતુ કે, શું હક છે, કે પોલીસ અમને મારે.હું બેભાન થઈ પડી ગઇ હતી, ગાંધીનગરના પીઆઇ ચૌહાણને શું હક છે, મહિલા ઉપર લાઠીચાર્જ કરાયો છે. કોઇ મા દિકરીની ઇજ્જત વહી જાય છે, તમારા દેશમા શું જીવવાનો હક છે, તમને શરમ નથી આવતી તમને હાય લાગશે. મહિલા ઉપર હાથ ઉઠાવે છે, તાકાત હોય તો એક નેતાને હાથ લગાવી બતાવે. ઘરે મારી બિમાર માતાને મુકીને આવી છું, કેમ જીવવુ તમારા ભારતમા કહેતા રડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...