લેખિત રજૂઆત:દહેગામ મામ.કચેરીમાં વચેટિયા સરકારી કામ કરતા હોવાનો દાવો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના યુવા નેતાની કલેક્ટરને લેખિત રજૂઆત

દહેગામ મામલતદાર કચેરી ગેરરીતિનો અડ્ડો બની ગયો હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અને હાલીસાના રહેવાસી હાર્દિક ચૌધરીએ આ અંગે કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં દહેગામ મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર, ઈ-ધારા, ગણોત શાખા, જમીન શાખા, તમામ સર્કલ ઓફીસમાં ગેરકાયદેસર વ્યક્તિ સરકારી કામગીરી કરતાં હોવાનો આક્ષેપ થયો છે. જેને પગલે સમગ્ર તાલુકાની પ્રજાને કામગીરી માટે હેરાન-પરેશાન થવું પડતું હોવાનું તથા યોગ્ય જવાબ મળતો ન હોવાની રજૂઆત થઈ છે.

બિનઅધિકૃત વચેટીયાઓએ દહેગામ મામલતદારની રહેમનઝર અને અનુમતિ સાથે સરકારી કામ કરતા હોવાનો આક્ષેપ ભાજપના યુવા નેતાએ કર્યો છે, જેમાં આવા તત્ત્વોની મદદથી મામલતદાર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કરાયો છે. પોતાની વાતની સાબિતી માટે કચેરીના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે કલેક્ટરને અનુરોધ કરાયો છે.

સરકારી કચેરીઓમાં આવી પ્રવૃતિઓ વર્તમાન સરકારની છબી અને પ્રજાના હિતોને નુકસાન પહોંચાડતી હોવાના દાવા સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરને અનુરોધ કરાયો છે. સમગ્ર મુદ્દે ભાજપના યુવા નેતા દ્વારા કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરાઈ હતી. હવે તેઓ દ્વારા આ અંગે મહેસૂલ મંત્રી અને મુખ્યમંત્રી સુધી રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરવાની તૈયારી કરાઈ છે.

દહેગામ મામલતદાર કચેરી ગેરરિતીનો અડ્ડો બની ગયા હોવાનો આક્ષેપ જિલ્લા યુવા મોરચાના મંત્રીએ કર્યો છે. તેઓના આક્ષેપ પ્રમાણે મામલતદાર કચેરીમાં આવેલા વિવિધ વિભાગો ગેરકાયદે વ્યક્તિ સરકારી કામગીરી કરી રહી છે. જેથી સમગ્ર તાલુકાના લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આગામી સમયમાં મુખ્યમંત્રી તથા મહેસૂલ મંત્રીને મળી રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...