તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સત્તાનો દુરઉપયોગ કરતાં હોવાના દાવા સાથે કાઉન્સિલર પિન્કીબેન પટેલે ફરીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ નવેમ્બર-2018માં સામાન્ય સભામાં રિઝલ્ટ ડિક્લેર કર્યા વગર જ કમિશનરે દ્વારા હાઈકોર્ટના ઓર્ડરનું પાલન કરવાનું કારણ બતાવીને મેયરની જાહેરાત કરાઈ હતી તે ગેરકાયદેસર હોવાનો દાવો પિન્કીબેને કર્યો છે. આ સાથે તેઓએ સે-11માં મેયરના કથિત ગેરકાયદે બિલ્ડિંગ અને સ્થાયી સમિતિએ રદ કરેલાં સિટી બસ સ્ટેન્ડની ચાલી રહેલી કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
મહિલા કાઉન્સિલરે મુખ્યમંત્રી સામે પણ સવાલો કર્યા હતા જેમાં તેમણે લખ્યું છે કે ‘આપ જ્યારે સભાઓમાં ભાષણ કરો છો ત્યારે કહો છે કે સરકારમાં ગમે તેવા ચમરબંધી હોય તેમને છોડવામાં આવતા નથી. પણ અમે આપને છેલ્લા 2 માસમાં 2થી3 પત્ર લખ્યા છતાં આપે પગલાં લીધા નથી. આપના કાર્યકરોના ભ્રષ્ટાચાર ચારે તરફ દેખાય છે અને તેના માટે આપની સરકાર વાતો સારી સારી કરે છે પણ કામની બાબતમાં ઠેંગો છે.’ નિયમ મુજબ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના મેયર ભ્રષ્ટાચારાની હદ વટાવી હોવાના દાવા સાથે કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે પિન્કીબેને મુખ્યમંત્રીને પત્ર તાત્કાલિક અસરથી પગલાં લેવ માંગ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.