ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10મી એપ્રિલે લેવાયેલી એલઆરડી ભરતી માટેની પ્રીલિમિનરી પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં સાત કે તેથી વધુ પ્રશ્નોના જવાબ ભૂલભરેલાં હોવાનો દાવો યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ જવાબો ખોટાં હોવાનો દાવો રજૂ કરતી વખતે શાળા અને કોલેજોના પાઠ્યપુસ્તકોમાં છપાયેલી વિગતો પણ રજૂ કરી છે જેની સાથે આન્સર કીના જવાબો સુસંગત નથી. યુવરાજે આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સાચું કોણ, શાળામાં ભણાવાયેલાં પાઠ્યપુસ્તકો કે પછી ભરતી બોર્ડના પેપર સેટરો.
યુવરાજે ભરતી પરીક્ષાના બોર્ડના અધ્યક્ષ અને IPSહસમુખ પટેલને રજૂઆત કરતાં જવાબ મળ્યો કે અમારા પેપર સેટરોએ જે જવાબ આપ્યાં તે આખરી રહેશે.યુવરાજસિંહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે સવાલ એ છે કે શું આ પાઠ્યપુસ્તકો કોઈ તજજ્ઞો દ્વારા તૈયાર થયેલા નહીં હોય. શું આ પુસ્તકોને અધિકૃત ગણી ભરતી પરીક્ષાના પ્રશ્નપત્ર તૈયાર થતાં નથી. જો આ પાઠ્યપુસ્તકોની વિશ્વસનીયતા પર સરકારી સંસ્થાને જ સવાલ હોય તો શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ ગંભીર સવાલ છે.
ભરતી પરીક્ષામાં ખોટા જવાબોને કારણે પ્રત્યેક પ્રશ્ન માટે ગુણભાર 1.02 માર્ક કરાયો હતો
ભરતી પરીક્ષાની પ્રાથમિક આન્સર કી દરમિયાન જ વાંધાઓને કારણે બે પ્રશ્નો રદ્દ કરાયાં હતાં. આ રદ્દ કરાયેલાં પ્રશ્નોને કારણે 100 માર્કના પેપર માટે ગુણભારની વિસંગતતા દૂર કરવા માટે બોર્ડે દરેક પ્રશ્ન માટે ગુણાંકનું મૂલ્ય 1.02 માર્ક નક્કી કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.