તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ગાંધીનગર સિવિલમાં કોરોનાથી દર્દીનું મોત થતાં પરિવારજનો મોટો ફુલહાર લઈ આવ્યા, તંત્રએ કચરાપેટીમાં ફેંકાવી દીધા

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ હોસ્પિટલમાં બેડ ખુટતા એક બેડ માટે ત્રણ દર્દીઓ બાખડયા

ગાંધીનગરમાં કોરોનાની લહેર સર્વોચ્ચ સપાટી પર પહોંચી જવા પામી છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થતાં તેના પરિવારજનો મસમોટો ફૂલહાર લઇને આવી પહોંચ્યા હતા. જોકે સિવિલ તંત્રએ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવી ફુલહારને કચરા ટોપલીમાં નંખાવી દીધો હતો. ત્યારે પરિવારજનો પણ કોરોના સામે જંગ હારી ગયેલા પોતાના સ્વજનને ફુલહાર નહીં કરી શકતા લાચાર નજરે દૂરથી જ દર્શન કરી શક્યા હતા. બીજી તરફ ગાંધીનગરમાં કોરોના વોર્ડમાં દાખલ થવા માટે આવેલા ત્રણ લોકો અંદરો અંદર ઝઘડી પડતા પોલીસ સિક્યુરિટીને બોલાવવાની ફરજ પડી હતી.

પરિવારજનો કોરોના સામે જંગ હારી ગયેલા પોતાના સ્વજનને ફુલહાર નહીં કરી શકતા લાચાર
પરિવારજનો કોરોના સામે જંગ હારી ગયેલા પોતાના સ્વજનને ફુલહાર નહીં કરી શકતા લાચાર

ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોરોનાએ પણ તેની પિક ગતિએ સમગ્ર ગાંધીનગરને બાનમાં લેવાનું શરૂ કરી દીધું છે. ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો આકડો 9360 પર પહોંચી જવા પામ્યો છે. જ્યારે કોરોનાથી મૃત્યુ પણ 700 થી વધુ થઈ ચૂક્યા છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ સહિત તમામ ખાનગી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ફુલ થઇ ચૂકી છે. કોરોનાની સારવાર મેળવવા લોકો રીતસરના ફાંફા મારી રહ્યા છે. ત્યારે કોરોનાથી મૃત્યુ થયા બાદ પરિવારજનો સ્વજનના સરખી રીતે અંતિમ દર્શન પણ નહીં કરી શકવાના કારણે લાચાર બની ગયા છે.

કોરોનાની ગાઈડલાઈન મુજબઅંતિમધામ ખાતે લઈ જવામાં આવ્યો
કોરોનાની ગાઈડલાઈન મુજબઅંતિમધામ ખાતે લઈ જવામાં આવ્યો

આવો જ એક બનાવ આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પરિસરમાં જોવા મળ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોઈ હોસ્પિટલની સારવાર લઈ રહેલા એક દર્દીનો આજે કોરોના ભોગ લઇ લીધો હતો. જેના પગલે તંત્ર દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ થી સીધો જ અંતિમધામ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.

તે દરમિયાન દર્દીના પરિવારજનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મસમોટો ફુલહાર લઈને આવી પહોંચ્યા હતા. તેમજ પોતાના સ્વજનને ફુલહાર કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે સિવિલ તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈનનું કારણ દર્શાવી ફુલહારને કચરા ટોપલીમાં ફેંકાવી દેવામાં આવ્યો હતો. જેના પગલે પરિવારજનો પણ લાચાર બનીને પોતાના સ્વજનના અંતિમ દર્શન દૂરથી જ કરી શક્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં બેડ ખુટતા એક બેડ માટે ત્રણ દર્દીઓ બાખડયા
સિવિલ હોસ્પિટલમાં બેડ ખુટતા એક બેડ માટે ત્રણ દર્દીઓ બાખડયા

જ્યારે કોરોનાની સારવાર મેળવવા માટે એક જ સમયે ત્રણ દર્દીઓ આવી પહોંચ્યા હતા. ત્યારે સિવિલ તંત્ર પાસે માત્ર એક જ બેડ ખાલી હતો. જેના કારણે ત્રણેય દર્દીઓ એક બેડ માટે અંદરોઅંદર ઝગડી પડ્યા હતા. જેમાં એક દર્દી કહે કે હું પહેલા આવ્યો હતો તો મારો નંબર આવશે. જ્યારે બીજો દર્દી ખાટલામાં સૂઇ જતા ઉભા થવાનું નામ લેતો ન હતો. જ્યારે ત્રીજો દર્દી પણ ખાટલા માટે બૂમાબૂમ કરવા માંડ્યો હતો. ત્યારે આખરે સિક્યુરિટી અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અને મામલો માંડ માંડ શાંત થયો હતો. ત્યારે મંત્રીઓને કોરોના પોઝિટિવ આવતા તાત્કાલીક ખાનગી હોસ્પિટલોમાં બેડની સુવિધાઓ સાથે તુરંત સારવાર શરૂ થઈ જતી હોવાનો આક્રોશ દર્દીઓમાં જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો