તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી:સિવિલને નવા 25 બાયપેપ મશીન ફાળવાયાં

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમંત્રીની ગ્રાન્ટમાંથી બાયપેપ મશીનની ફાળવણી
  • સિવિલ હોસ્પિટલમાં કુલ 105 બાયપેપ મશીન થયાં

કોરોનાની ત્રીજી લહેરની સંભવિત શક્યતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને વધુ 25 બાયપેપ મશીન ફાળવાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રીની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાયપેપ મશીનથી સિવિલ હોસ્પિટલમાં કુલ 105 બાયપેપ મશીન થયા છે.

છેલ્લા સવા વર્ષથી ચાલતી કોરોનાની મહામારીમાં પ્રથમ લહેર મંદ રહ્યા બાદ બીજી લહેરે આરોગ્ય સેવાની ત્રુટીઓને બહાર લાવી હતી. ત્યારે હવે સભંવિત ત્રીજી લહેરની શક્યતાને પગલે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિરમાં તૈયાર થયેલી 900 બેડની કોવિડ હોસ્પિટલને હાલમાં શરૂ કરાશે નહી. પરંતુ સભંવિત ત્રીજી લહેરમાં કોરોનાના કેસ વધે ત્યારે માત્ર 24 કલાકમાં જ મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલને શરૂ કરાશે તેવી જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.

ત્રીજી લહેરમાં બાળકો માટે જોખમી બની રહેવાની વધારે શક્યતા રહેલી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારીઓ હાથ ધરાઈ રહી હોય તેમ ફાળવેલા25 મિની બાયપેપ મશીન પરથી લાગી રહ્યું છે. હાલમાં સિવિલ પાસે કુલ 80 બાયપેપ મશીન છે. છતાં બીજી લહેરમાં બાયપેપ મશીન ઓછા પડ્યા હતા.

સિવિલમાં 30 દર્દીઓ બાયપેપ ઉપર છે
બીજી લહેરમાં બેકાબુ બનેલી પરિસ્થિતિને પગલે હોસ્પિટલોમાં બેડ ખુટી પડ્યા હતા. જોકે હાલમાં કોરોનાની બીજી લહેરના પણ વળતા પાણી હોય તેમ ઘટી રહેલા કેસ પરથી લાગી રહ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બુધવારે કોરોનાના 30 દર્દીઓ બાયપેપ ઉપર સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...