તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:કોરોનાના કેસ ઘટતાં સિવિલના તબિબો અને સ્ટાફે માનસિક રાહત અનુભવી

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબિબો પોતાના ફિલ્ડના દર્દીઓની સારવારની તૈયારીઓ શરૂ કરશે

છેલ્લા દસેક દિવસથી કોરોનાની બીજી લહેર મંદ પડતા જ કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તબિબોએ છેલ્લા ત્રણેક માસ પછી માનસિક રાહત અનુભવી હતી. ઉપરાંત તબિબોએ પોતાના ફિલ્ડના દર્દીઓની સારવાર કરાશે તેવો આશાવાદ પણ તબિબોમાં જોવા મળી રહ્યો છે.

કોરોનાની બીજી લહેર ગત એપ્રિલ માસમાં શરૂઆત થતાં જ મે માસ સુધીમાં તેના આક્રમણની સામે આરોગ્ય સેવાઓ ટુંકી પડી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. ત્યારે આવા કપરા સમયમાં પણ તબિબો અને નર્સિંગ સ્ટાફે પોતાના પરિવારની પણ પરવા કર્યા વિના કોવિડના દર્દીઓને સાજા કરવાનો જીવન મંત્ર બનાવી દીધો હતો.

કોરોનાના વધતા જતા કેસને પગલે તબિબો અને નર્સિંગ સ્ટાફ માનસિક તણાવ અનુભવતા હતા. પરંતુ છેલ્લા દસેક દિવસથી કોરોનાના કેસ ઘટતા તબિબો અને નર્સિંગ સ્ટાફ માનસિક રાહત અનુભવી રહ્યો છે. જોકે હાલમાં કોરોનાના કેસ ઘટતા તબિબોને પોતાના ફિલ્ડના દર્દીઓને સારવાર અને નિદાનની તૈયારીઓ શરૂ કરશે.

લેક્ચરો તૈયાર કરવાની કામગીરી કરાશે
કોરોનાના કેસ ઘટતા જ મેડિકલ કોલેજના તબિબોને લેક્ચરોને લગતી તમામ પ્રકારની કામગીરી શરૂ કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે. ઉપરાંત અન્ય વિભાગના તબિબોની કામગીરી ઘટી જતા પોતોના વિભાગની કામગીરી સંભાળી રહ્યા છે.

નોન ક્લીનિકલની કામગીરી શરૂ કરાઈ છે
કોરોનાના ઘટતા જતા કેસને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોન ક્લીનિકલની કામગીરી શરૂ કરવા સિવિલ અધિક્ષકે આદેશો કર્યા હોવાનું સિવિલ હોસ્પિટલમાં માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 000

ત્રીજી લહેર ન આવે તેની તકેદારી લોકોએ રાખવી પડશે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.નિયતી લાખાણીએ જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકોએ જ હવે સજાગ થવાની જરૂર છે. ભીડમાં જવાનુંં ટાળવું જોઇએ. વેક્સિન લેવી અને માસ્ક ફરજિયાત પહેરવો જોઇએ. વારંવાર સેનેટાઇઝ કે સાબુથી હાથ સાફ કરવા સહિતની કાળજી રાખવાથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આક્રમકતાને ખાળી શકાય.

અન્ય સમાચારો પણ છે...