તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:કોરોનાને લઈ બંધ થયેલી શહેરની સિટીબસ સેવા ફરી શરૂ થઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 જેટલી બસો સોમવારથી શરૂ કરાઈ હતી
  • પ્રથમ દિવસે મુસાફરોની પાંખી હાજરી જોવા મળી, ST સહિતની બસોમાં 60 ટકા પેસેન્જર સાથે છૂટ અપાઈ

કોરોના સંક્રમણને પગલે બંધ શહેરની સિટી બસ સેવા સોમવારથી ફરી શરૂ થઈ છે. સિટી બસ સેવામાં 35 જેટલી બસો છે જેમાંથી 20 જેટલી બસો સોમવારથી શરૂ કરવામાં આવી છે, જેમાં પેથાપુર, ચાંદખેડા, ઉનાવા સહિતના વિવિધ રૂટ પર બસ દોડતી થઈ ગઈ છે. જોકે પ્રથમ દિવસે બસોમાં કોઈ ખાસ ભીડ જોવા મળી ન હતી. નાગરિકોને હવે ધીરે-ધીરે સેવા શરૂ થયા અંગે જાણ થતાં આજે કે આવતીકાલથી વધુ નાગરિકો બસ સેવાનો લાભ લેતા થાય તેવી શક્યતા છે. જોકે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એસટી સહિતની બસોમાં 60 ટકા પેસેન્જર સાથે છૂટ આપવામાં આવી છે. એટલે સિટી બસમાં પણ હાલ કેપિસિટી કરતાં 60 ટકા પેસેન્જર સાથે જ સેવા શરૂ કરવામાં આવી છે.

સિટી બસ ઓપરેટર યોગી એજ્યુટ્રાન્ઝીટ દ્વારા બસ સેવા ચલાવાય છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાઈવેટ શટલીયા કરતાં ઓછા ભાડામાં પહોંચી શકાતું હોવાથી નાગરિકોમાં સિટી બસ સેવા લોકપ્રિય છે. કોરોનાનું સંક્રમણ વધતાં દોઢેક મહિના પહેલાં લદાયેલા પ્રતિબંધો વચ્ચે સિટી બસ સેવા પણ બંધ કરાઈ હતી. ત્યારે કેસો ઘટતા સરકાર દ્વારા તાજેતરમાં છૂટછાટ અપાઈ છે, જેને અનુલક્ષીને સોમવારથી શહેરની સિટીબસ સેવા ફરી શરૂ થતા મુસાફરોને રાહત થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...