કાર્યવાહી:શહેર ટ્રાફિક પોલીસે શહેર ભાજપના ઉપાધ્યક્ષ, સરકારી કારને તાળાં માર્યાં

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર સ્થળ પર અડચણરૂપ વાહનો પર તવાઇ બોલાવાઈ
  • કલેક્ટર કચેરી, કોર્ટ સંકુલ, સે- 16, સે- 11, સે- 21માં કાર્યવાહી

શહેરના સેક્ટર 21 શાક માર્કેટ અને ડીસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમા કામ અર્થે આવતા અનેક વાહનો રોડ વચ્ચે પાર્ક કરાતા હોય છે. શનિવારે ગાંધીનગર ટ્રાફિક દ્વારા રોડ વચ્ચે વાહનો મુકતા બાબુઓની કારને પણ ઝપટે લેવામા આવી હતી. સેક્ટર 21મા રોડ વચ્ચે પાર્ક કરવામા આવેલી સરકારી ઇનોવા કારના ચાલકને દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત શહેર ભાજપના ઉપાધ્યક્ષની કારને પણ ટોઈંગ કરવામાં આવી હતી.દિવસ દરમિયાન શહેરના સેક્ટર 11 કોમર્શિયલ બિલ્ડીંગ સામે મૂકાતા વાહનો ઉપર તવાઇ બોલાવી હતી. તે ઉપરાંત સેક્ટર 16 બેંક રોડ, કોર્ટ સંકુલ અને કલેક્ટર કચેરી આગળ આડેધડ પાર્ક કરાતા વાહનોના ચાલકોને દંડવામા આવ્યા હતા.

શનિવારે સરકારી ઇનોવા સહિત 10 કાર, 6 ટુ વ્હીલરને ડીટેઇન કરાઇ હતી. તમામ વાહન માલિકો પાસેથી આશરે 10 હજાર દંડ વસુલાયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા આગામી સમયમા પાર્કિંગ જગ્યા વિના અડચણરૂપ મુકવામા આવેલા વાહનોને દંડાશે.

અન્ય સમાચારો પણ છે...