તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ શહેર ભાજપ માળખાની રચના:શહેર પ્રમુખ અમિત શાહે વેવાઈ ભૂષણ ભટ્ટને શહેર ભાજપ મહામંત્રી બનાવ્યા, કપાયેલા કોર્પોરેટરોને સ્થાન

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળખામાં 20 સભ્યોના નામ જાહેર, કૌશિક જૈન, જિતુ ભગતને સમાવાયા

શહેર ભાજપના માળખાંની જાહેરાત પ્રમુખ અમિત પોપટલાલ શાહે શુક્રવારે કરી હતી. અમદાવાદ ભાજપના આ માળખામાં 20 સભ્યોનાં નામ જાહેર થયાં છે તેમાં ખાડિયા-જમાલપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને શહેર મહામંત્રીનું પદ અપાયું છે. શહેર પ્રમુખ અમિત શાહના તેઓ સંબંધે વેવાઈ થાય છે અને તેમને હવે આ હોદ્દો મળતાં શહેર ભાજપમાં સગાંવાદનો ગણગણાટ શરૂ થયો છે.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સગાંવાદ નહીં ચલાવાય તેવું કહીને કોર્પોરેટર કે સ્થાનિક હોદ્દેદારના કુટુંબના સભ્યને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટો આપી ન હતી તેને બદલે શહેર પ્રમુખ અમિત શાહે તેમના વેવાઈને જ મોટું પદ આપ્યું છે, તેવું ભાજપના એક નેતાએ કહ્યું હતું. અમિત શાહની પુત્રીના ભૂષણ ભટ્ટના મોટા દીકરા સાથે લગ્ન થયેલાં છે. આ તરફ પાટીલની તલવારને કારણે ઉંમર અને ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોની ટિકિટો કપાઇ હતી, પણ તેમાંના ઘણાંને નવા માળખામાં સ્થાન અપાયું છે.

ઉપપ્રમુખ કૌશિક જૈનને ફરી રિપીટ કરાયા છે. તેઓ કેન્દ્રીય મંત્રી અમિત શાહ જૂથના છે તેથી તેમને અહીં લેવાયા છે. ભૂષણ ભટ્ટ ઉપરાંત જિતુ ભગતને મહામંત્રી બનાવાયા છે, જ્યારે મણિનગરના પરેશ લાખાણીને પણ મહામંત્રી બનાવાયા છે. આ મોટાભાગની ટીમમાં મોટાભાગના જૂના હોદ્દેદારોને કાપી નખાયા છે.

અન્ય સમાચારો પણ છે...