નિર્ણય:ડેપોમાં બસની ઇન્કવાયરી માટે શહેર તેમજ ગ્રામ્યના નંબર અલગ કરાયા

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસના સમય અંગે થતી ગૂંચવણને ઉકેલવા નિર્ણય

એસ ટી ડેપોમાંથી ઉપડતી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની બસનો સમય જાણવા માટે નગરવાસીઓને હાલાકી પડતી હતી. જેને પરિણામે ડેપો સુધીનો ધક્કો ખાવાની ફરજ પડતી હતી. આથી મુસાફરોને હાલાકી પડે નહી તે માટે ડેપોના પૂર્વ મેનેજર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઇન્કવાયરીના અલગ અલગ નંબર શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નગરના ડેપોમાં બસના સમયની પુછપરછ કરવા માટે લેન્ડ લાઇન ફોનની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પરંતુ ટેકનિકલ કારણસર લેન્ડ લાઇન ફોનની લાઇન બંધ રહેવાની તેમજ એન્ગજ આવતો હતો. આથી નગરવાસીઓમાં એસ ટી ડેપોમાં બસોના સમય જાણવા માટેનો ઇન્કવાયરી નંબર બંધ આવતો હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. ત્યારે નગરવાસીઓને સગવડ ખાતર લેન્ડ લાઇન નંબરને બદલે મોબાઇલ નંબરની સુવિધા ડેપો પૂર્વ મેનેજર દ્વારા કરવામાં આવી હતી. આથી ફોન એન્ગેજ કે બંધ આવવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

જેમાં મોબાઇલન નંબર પણ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની બસોની ઇન્કવાયરી નંબર અલગ અલગ રાખવામાં આવ્યા છે. ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારની બસોની ઇન્કવાયરી ઉપર ફરજ બજાવતા કર્મચારીએ મોબાઇલ ફોનને ફરજિયાત ચાર્જ કરવાની સુચના પણ આપવામાં આવી હતી.

જેને પરિણામે નગરવાસીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની બસોના સમયપત્રક જાણવામાં તકલીફ પડે નહી. જોકે નગરવાસીઓએ ગ્રામ્ય તેમજ શહેરી બસોના ઇન્કવાયરીના મોબાઇલ નંબર ડેપોમાંથી મેળવવાના રહેશે.શહેરીજનો તેમજ જિલ્લા તેમજ અન્ય વિસ્તારના મુસાફરોને બસના સમય અંગે ગુચવણ ન થાય તે માટે ડેપો દ્વારા આવી નવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...