રાજ્ય વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા બજેટ પરની ચર્ચાના પ્રથમ દિવસે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ચર્ચાની શરૂઆત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે કરવેરાની આવક 12 ટકા વધી છે, તેની સામે જીડીપી 9 ટકા વધ્યો છે એટલે તેનો અર્થ એવો થયો કે, ગુજરાતના નાગરિકો આવક કરતા ટેક્સ વધુ ચૂકવે છે.
કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે, બજેટ વિકાસલક્ષી ખર્ચ પાછળ વપરાશે તેવું કહેવાયું પણ સરકાર 211 કરોડ બિનવિકાસલક્ષી ખર્ચ પર વાપરવા જઇ રહી છે. કોંગ્રેસન નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્ય સરકારનું વર્ષ 1996માં દેવું રૂ. 14,800 કરોડ હતું, જે વધીને અત્યારે 4 લાખ કરોડ થયું છે. પરિણામે સ્થિતિ એવી થઇ છે કે, મુદલ કરતા વ્યાજ વધુ ચુકવવું પડે છે. સરકાર ઉત્સવો, મહોત્સવો, રાજકીય એજન્ડા પુરા કરવા દેવાનો બોજ નાગરિક પર ઝીંકી રહીં છે. નાગરિકોને અપાતી સબસિડી કે રાહતને કારણે દેવું થાય તો માની શકાય પણ આ તો મુઠ્ઠીભર લોકોને લાભ અપાવવા દેવું થઇ રહ્યું છે.
મનરેગા જેવી યોજનામાં સરકારે કાપ મુકયો છે, એટલું જ નહીં, તેમાં પણ ખેત મજૂરોને લઘુત્તમ વેતન 324ને બદલે 229 મળે છે. કોંંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતુ કે, 156 બેઠક આવી તેનું ગર્વ હોવું જોઇએ,પણ અહીંયા તો અભિમાન દેખાઇ છે. બજેટની ચર્ચામાં નાણામંત્રી જ ગેરહાજર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.