આયોજન:મનપાના 16 સ્થળેથી નગરવાસી રૂ.35માં રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે

ગાંધીનગરએક દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • સ્ટિક વિનાના રાષ્ટ્રધ્વજના રૂ. 21 રાખવામાં આવ્યા છે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરવાસીઓ રાષ્ટ્રધ્વજ ખરીદી શકે તે માટે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા 16 જગ્યાએ વેચાણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમાં સ્ટીક સાથેના રાષ્ટ્રધ્વજના રૂપિયા 35 અને સ્ટીક વિના રાષ્ટ્રધ્વજના રૂપિયા 21 રખાયા છે.

દેશની ભાવી પેઢીને આઝાદી અંગેની જાણકારી મળે તેમજ દેશની આઝાદી માટે કેટલા લોકોએ શહિદી વહોરી લીધી હતી. ઉપરાંત લોકોમાં રાષ્ટ્રભાવના જગાડવા માટે સમગ્ર દેશમા આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તારીખ 13મી, ઓગસ્ટથી તારીખ 15મી, ઓગસ્ટ સુધી ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક લહેરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આથી ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના લોકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી શકે તે માટે અલગ અલગ 16 જગ્યાએ વેચાણ કેન્દ્રો ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. વેચાણ કેન્દ્રોમાં રાષ્ટ્રધ્વજ બે ભાવે વેચાણ કરાશે. તેમાં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજની કિંમત રૂપિયા 35 રાખવામાં આવી છે. આથી નગરવાસીઓએ ઘરે ઘરે તિરંગો લહેરાવીને રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભાગ લેવા મહાનગર પાલિકાએ નગરવાસીઓને અપીલ કરી છે.

વેચાણનાં કેન્દ્રો

 • સેક્ટર-૬ શોપીંગ સેન્ટર
 • સેક્ટર-૨૪ શાક માર્કેટ
 • વાવોલ-શાક માર્કેટ
 • સેક્ટર-૨૧ શાક માર્કેટ
 • પેથાપુર-બસ સ્ટેન્ડની સામે
 • સેક્ટર-૭ શોપીંગ સેન્ટર
 • સેક્ટર-૨૭ શિવ શકિત મંદિર
 • સે.-૨૬ નવરાત્રી ચોક કિસાનનગર
 • આદિવાડા-બળિયાદેવ મંદિર પાસે
 • કોલવડા – પટેલ ભાગોળ
 • પોર-ગ્રામ પંચાયત પાસે
 • ભાટ-ગ્રામ પંચાયત પાસે
 • ઇન્ફોસિટી
 • પાલજ-બસ સ્ટેન્ડ પાસે
 • (કોબા-સર્કલ પાસે)
અન્ય સમાચારો પણ છે...