તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:ગાંધીનગર સર્કિટ હાઉસમાં પણ કોરોનાની દસ્તક, મેનેજર સહિત 17 કર્મચારીઓ પોઝિટિવ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્પોરેશનમાં સમાવિષ્ટ કુડાસણ રાયસણ, સરગાસણ વિસ્તારમાં 16 દર્દીઓ પોઝિટિવ આવ્યા

રાજ્યભરમાં કોરોનાના કેસોમાં થયેલા નોંધપાત્ર વધારાના પગલે હાહાકાર મચી જવા પામ્યો છે. ગાંધીનગરની IITમાં હાહાકાર મચાવ્યા બાદ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પણ કોરોના એ પગ પેસારો કરી દીધો છે. સર્કિટ હાઉસના મેનેજર સહિત 17 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ગાંધીનગરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક વિરોધો કરવા છતાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઇ રહી છે. હાલ હોટ સ્પોટ બનેલા અને કોર્પોરેશનમાં સમાવિષ્ટ કુડાસણ, રાયસણ, સરગાસણ વિસ્તારમાં 16 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે.

એક દિવસમાં ત્રણ દર્દીઓ મોતને ભેટ્યા
જિલ્લામાં એક દિવસમાં ત્રણ દર્દીઓ મોતને ભેટ્યા છે. બીજી તરફ હોળી-ધૂળેટીના તહેવારો પછી કોરોનાનું સંક્રમણ થઈ ગયું હોય તેમ સામે આવી રહ્યું છે. આજ સવારથી જ કોરોનાના ટેસ્ટ કરાવવા માટે નાગરિકોની લાંબી કતારો ગાંધીનગરમાં લાગી ગઈ છે. આરોગ્યતંત્ર દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા ઊભી ન કર્યા હતા કોરોના ટેસ્ટિંગ માટે આવતા નાગરિકોએ સોશિયલ ડિસ્ટનસીના ધજાગરા ઉડાડી દીધા છે.

સર્કિટ હાઉસમાં ફફડાટ
તાજેતરમાં જ ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પણ કોરોના વિસ્ફોટ થયો હતો ત્યારે હવે ગાંધીનગરના સર્કિટ હાઉસના મેનેજર સહિત 17 કર્મચારીઓને કોરોનાએ પોતાની ઝપેટમાં લઇ લીધા છે. જેના પગલે સર્કિટ હાઉસમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સર્કિટ હાઉસમાં કોરોનાનો વિસ્ફોટ થતાં જ આરતી વધુ કર્મચારીઓ ના કોરોના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો