તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાજનક:8 દર્દીના ઝાડામાંથી કોલેરાના જંતુ મળ્યા, આ દર્દીઓ ભવિષ્યમાં કોલેરાના કેરિયર બની શકે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલોલના અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરથી ક્લોરીનેશન યુક્ત પાણી આપવામાં આવ્યું. - Divya Bhaskar
કલોલના અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરથી ક્લોરીનેશન યુક્ત પાણી આપવામાં આવ્યું.
  • જિલ્લા તંત્રની તાકીદની બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવે દહેશત વ્યક્ત કરી
  • કલોલમાં કોલેરાના વધુ 36 કેસ : કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પાણીની જૂની લાઈન બદલવા ચીફ ઓફિસરને આદેશ

કોલેરાગ્રસ્ત 8 દર્દીઓના ઝાડામાંથી કોલેરના જંતુ મળ્યા છે. આથી આ દર્દીઓ ભવિષ્યમાં કેરીયર બને તેવી દહેશત આરોગ્ય અગ્ર સચિવે વ્યક્ત કરી છે. આથી આવા દર્દીઓના ઝાડામાંથી કોલેરના જંતુઓ સંપુર્ણ નાશ પામે નહી ત્યાં સુધી ફ્લોઅપ લઇને સારવાર કરવા અગ્રસચિવે જિલ્લા આરોગ્ય અધિકારીને સુચના આપી છે. જ્યારે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનને ચેક કરીને જુની પાઇપ લાઇને બદલી નાંખવા આરોગ્ય અગ્ર સચિવે ચીફ ઓફિસરને આદેશ કર્યો છે.

જિલ્લાના કલોલ નગરપાલિકા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાને નાથવા કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે આદેશ કર્યો છે. ઉપરાંત સોમવારે અમીત શાહ ગાંધીનગર ખાતે આવી રહ્યા છે. આથી કલોલમાં પાણીજન્ય રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે તાકિદની બેઠક જિલ્લા તંત્ર સમીક્ષા બેઠક ગાંધીનગર મેડિકલ કોલેજ ખાતે યોજાઇ હતી. તેમાં અારોગ્ય અગ્રસચિવે કોલેરાગ્રસ્ત દર્દીઓમાં કોલેરાની બિમારી મટી ગયા પછી પણ તેઓના ઝાડામાં કોલેરાના જંતુ રહેતા હોય છે.

આથી આવા દર્દીઓના ઝાડાથી ભવિષ્યમાં કોલેરાનો રોગચાળો થવાની શક્યતા રહેલી હોય છે. આથી કોલેરાગ્રસ્ત દર્દીઓનું ફ્લોઅપ લઇને તેઓના ઝાડામાંથી કોલેરના જંતુઓ સંપુર્ણ નાશ પામે નહી ત્યાં સુધી સારવાર કરવા જિલ્લા આરોગ્ય અધિકારીને આદેશ કર્યો છે. ઉપરાંત અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા શું શું કામગીરી કરવામાં આવી તેની માહિતી મેળવી હતી. વધુમાં કલોલના કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનનું ચેકિંગ કરીને જુની પાઇપ લાઇનને બદલી નાંખવાની પણ આરોગ્ય અગ્ર સચિવે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સુચના આપી છે.

સમગ્ર વિસ્તારની ગટરોની સફાઇ કરવા પણ ચીફ ઓફિસરને આરોગ્ય અગ્ર સચિવે આદેશ કર્યો છે. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, રાજ્યની અર્બન ડેવલોપમેન્ટ વિભાગની ટીમ દ્વારા રોગચાળા વિસ્તારમાં ચેકિંગ કરી રહી છે. ટીમ દ્વારા જે જે પાઇપ લાઇન બદલવાની કહેશે તેને બદલી નખાશે.

ધોળાકૂવામાં ઝાડા ઉલટીના વધુ 16 કેસ મળ્યા
મનપાના ધોળાકુવામાં ઝાડા ઉલટીના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન કરી છે. તેમાં શનિવારે 15 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરી તેમજ ચંચળમાતાના મંદિરે ઓપીડી ચલાવવામાં આવી હતી. જેમાં નવા 16 કેસ મળી આવતા સ્થળ ઉપર જ સારવાર આપી છે. જ્યારે હોસ્પિટલાઇઝ એકપણ કરાયો નથી. ઉપરાંત 200 ઓઆરએસના પેક્ટ, 1500 ક્લોરીન ટેબલેટ વિતરણ કરાયું છે. જ્યારે 780 ઘરો અને 3846 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે.

1414 પાણીના ક્લોરીન ટેસ્ટ કરાયાં, 697 સેમ્પલમાં ક્લોરીનનું પ્રમાણ જોવા ન મળ્યું
અારોગ્ય અગ્ર સચિવના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઉપસ્થિત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ જણાવ્યું છે કે શનિવારે ઝાડા ઉલટીના વધુ 36 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 391 ઝાડા ઉલટીના કેસ મળ્યા તેમાંથી હોસ્પિટલાઇઝ કરાય તેવા 184 કેસ હતા.

જ્યારે બાકીના કેસ નોર્મલ હોવાથી ઘરે જ સારવાર આપીને સાજા કરાયા છે. વધુ 1414 પાણીના ક્લોરીનના ટેસ્ટ કરાવ્યા તેમાંથી 717 પાણીમાં ક્લોરીન મળ્યનું જ્યારે 697 સેમ્પલમાં ક્લોરીનનું પ્રમાણ જોવા મળ્યું નથી. અત્યાર સુધીમાં 95243 મકાનોનું સર્વે કરાયું જ્યારે 9150 ઓઆરએસના પેક્ટ વિતરણ કર્યા અને 37578 ક્લોરીનની ટેબલેટની ગોળીઓનું વિતરણ કર્યુ.

અન્ય સમાચારો પણ છે...