રાજસ્થાન તરફથી વાયા ચિલોડા થઇને ગુજરાતના અનેક ખૂણામા દારૂનુ છાનેખૂણે લઇ જવામા આવે છે. પોલીસે છાશવારે આ વિસ્તારમાંથી દારૂ પકડે છે. ત્યારે અજમેર દારૂના પાર્સલને લીંબડી મોકલવામા આવ્યા હતા. પરંતુ લીંબડી વેપારી પાસે પહોંચે તે પહેલા ચિલોડા પોલીસે 144 બોટલ વિદેશી દારૂની ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી હતી.રાત્રિ દરમિયાન ચંન્દ્રાલા પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામા આવે છે. જેમા શંકાસ્પદ લાગતા વાહનો અને તેમા બેઠેલા મુસાફરોની પણ તપાસ કરાય છે. જેમા અનેકવાર મુસાફરો પાસેથી દારૂ પકડાયો છે. ત્યારે હિંમતનગર તરફથી એક ખાનગી ટ્રાવેલ્સ નંબર એઆર 01 ક્યુ 3636 ચિલોડા તરફ આવી રહી હતી.
જેને રોકીને તપાસ કરવામા આવતા પાછળની ડેકીમાંથી 3 પાર્સલ મળી આવ્યા હતા. જેની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 144 બોટલ કિંમત 43200 મળી આવી હતી. દારૂ બાબતે ડ્રાઇવરની પૂછતાસ કરતા પાર્સલ મોહન કેમીકલ્સ અજમેર રાજસ્થાન દ્વારા મોકલવામા આવ્યુ હતુ. જે સુરેન્દ્રનગરના લીંબડીના વી.એમ. કેમીકલ્સ દ્વારા મંગાવાયુ હતુ. પોલીસે પાર્સલ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે, બુટલેગરો દ્વારા હવે જાતે વાહન લઇને નહિ પરંતુ પાર્સલ દ્વારા દારૂ મંગાવવાની તરકીબ અપનાવવામા આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.