તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચિલોડા-હિંમતનગર હાઈવે પર છાલા પાસેથી ભુલી જવાની આદતવાળા ગુમ થયેલ ટ્રકન ક્લીનરને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો હતો.
રાજસ્થાનના જયપુરમાં ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં ડ્રાઈવર શંકરલાલ મીણા તથા ક્લીનર મેઘરાજ ઉર્ફે મધ્યરાજ સરદાર મીણા ટ્રક લઈને સાણંદથી નીકળ્યા હતા. છાલા ગામ હાઈવે રોડ પર ક્લીનર મેઘરાજે લઘુશંકા કરવા માટે ટ્રક ઉભી રખાવ્યો હતો. ભૂલી જવાની આદતવાળો મેઘરાજ અંધારામાં હાઈવે પર ચાલી નીકળ્યો હતો. ઘણો સમય થવા છતાં તે પરત ન આવતા ડ્રાઈવર આસપાસ તપાસ કરીને સમગ્ર મુદ્દે ચિલોડા પોલીસને જાણ કરી હતી.
ત્યારબાદ આ બાબતે પીઆઈ આઈ. એમ. હુદડે પીએસઆઈ પી. સી. પટણી, હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ, હિતેશકુમાર તથા કોન્સ્ટેબલ શૈલેષકુમારની ટીમને કામી લગાવી હતી. આસપાસના વિસ્તારમાં લોકોને પૂછતાં-પૂછતાં પોલીસ 20 કિલોમીટર દુર ગાંધીનગરના ઘ-6 સર્કલ ખાતે પહોંચી ત્યારે ક્લીનર મળ્યો હતો. જેને પગલે તેને પોલીસ સ્ટેશન લવાઈને પૂછપરછ કરતાં પોતે ભૂલી જવાની આદતવાળો હોવાનું જણાવ્યું હતું.
જયપુરમાં ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં ડ્રાઈવર શંકરલાલ મીણા તથા ક્લીનર મેઘરાજ ઉર્ફે મધ્યરાજ સરદાર મીણા ટ્રક લઈને સાણંદથી નીકળ્યા હતા તે દરમિયાન ટ્રકના ચાલકને કલીનરે છાલા પાસે ટ્રક રોકાવી હતી ત્યારબાદ તે પરત નહી આવતા આખરે ડ્રાઈવરે આ બાબતે પોલીસની મદદ લેતા કલીનર છાલાથી 20 કિ.મી. દૂરના સ્થળેથી મળી આવતા ટ્રક ડ્રાઈવર શંકરલાલ મીણાએ રાહત અનુભવી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.