રસીકરણ:બાળકોને આજથી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન અપાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાના એક વર્ષથી નાના 72000 બાળકોને રસીના ત્રણ ડોઝ દોઢ માસ, સાડા ત્રણ અને નવ માસે અપાશે

જિલ્લાના એક વર્ષથી નાના 72000 બાળકોને ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન (પીસીવી) બુધવારથી આપવામાં આવશે. જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં બાળકોને મમતા દિવસે રસી આપવામાં આવશે. બાળકોને રસીના ત્રણ ડોઝ તબક્કાવાર આપવામાં આવશે. તેમાં પ્રથમ ડોઝ દોઢ માસે, બીજો ડોઝ સાડા ત્રણ માસ અને ત્રીજો ડોઝ નવ માસે આપવામાં આવશે.

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને અનેક રસીનો ડોઝ મમતા દિવસે આપવામાં આવે છે. તેમાં એક વર્ષથી નાના બાળકોને ન્યુમોકોલ રોગની સામે રક્ષણ આપશે. જોકે ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 3000થી 4500ની કિંમત છે. પરંતુ રાજ્ય સરકાર બાળકોને મફત રસી આપશે. રસીના ત્રણ ડોઝમાં બે પ્રાથમિક ડોઝ અનુક્રમે છ અઠવાડિયે અને 14 અઠવાડિયે આપવામાં આવશે. જ્યારે ત્રીજો બુસ્ટર ડોઝ નવ માસે બાળકને આપવામાં આવશે. જિલ્લાના મનપા વિસ્તારના 48000 અને જિલ્લાના 286 ગામોના એક વર્ષના 24000 બાળકોને રસીનો ડોઝ અપાશે.

અન્ય સમાચારો પણ છે...