તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત સરકારે મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. મુકીમને આ બીજું એક્સટેન્શન અપાયું છે. અગાઉ પણ મુકીમને છ મહિનાનું એક્સટેન્શન અપાયું છે. 1985 બેચના સનદી અધિકારી મુકીમ ડિસેમ્બર 2019માં ગુજરાતના મુખ્ય સચિવપદે આવ્યા હતા. ગુજરાત સરકારે હાલમાં ગુજરાતમાં કોરોના સંક્રમણ, રાજ્યના આગામી બજેટ અને ચાલી રહેલી ચૂંટણીઓના સંદર્ભે કેન્દ્ર સરકારને અરજી કરીને મુકીમને વધુ એક એક્સટેન્શન આપવા માટે અરજી કરી હતી. આ અરજી સ્વીકારાઇ જતાં હવે મુકીમ ઓગસ્ટ મહિનાના અંત સુધી ગુજરાતના મુખ્ય સચિવ રહેશે.
સરકાર સામેના પડકારોને ખૂબ સારી રીતે ઉકેલ્યાં
ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન રાજકીય સ્થિતિને જોતાં પણ આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મુકીમ મિતભાષી હોવા સાથે સક્ષમ રીતે કામ કરવા ટેવાયેલાં છે. તેમણે પાછલાં સવા વર્ષ જેટલાં સમયગાળા દરમિયાન મુખ્ય સચિવ તરીકે ગુજરાત સરકારમાં પ્રશાસનિક સેવાઓમાં ઊભાં થયેલાં પડકારોને ખૂબ સારી રીતે ઉકેલ્યાં છે અને તે કારણોસર મુકીમને આ એક્સટેન્શન અપાયું છે.આ અગાઉ પણ ગુજરાત સરકારે પાછલા વીસ વર્ષમાં પાંચ અધિકારીઓને મુખ્ય સચિવ તરીકે એક્સટેન્શન આપ્યું છે.
નિવૃતિ પછી પણ સેવામાં ચાલુ રાખવાનો શિરસ્તો ઘણો જૂનો
મુકીમ 60 વર્ષની વય બાદ સેવા નિવૃત્ત થયાં બાદ એક વર્ષ સુધી એક્સટેન્શન મેળવનારા ગુજરાતના પ્રથમ અધિકારી છે. જો કે સચિવાલયના સૂત્રો કહે છે કે અન્ય રાજ્યોમાં અમુક મુખ્ય સચિવોને બે વર્ષ માટે પણ એક્સટેન્શન અપાયું છે. ગુજરાતના દસથી વધુ અધિકારીઓ હાલ પણ નિવૃત્તિ બાદ સેવામાં ચાલું ગુજરાતમાં નિવૃત્ત થતાં સનદી અધિકારીઓને નિવૃત્તિ બાદ પણ સેવામાં ચાલું રાખવાનો શિરસ્તો ઘણો જૂનો છે. હાલમાં જ ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના વિવિધ એકમોમાં ગુજરાત સરકારના દસથી વધુ સનદી અધિકારીઓની નિમણૂંકો થયેલી છે. જો કે આ યાદીમાં તેવાં અધિકારીઓના નામ શામેલ નથી જેઓ કોઇ બંધારણીય જગ્યા પર તે હોદ્દાની જરૂરી લાયકાત મુજબ ભૂતપૂર્વ ઉચ્ચ સનદી અધિકારી તરીકે નિમણૂંકમાં હોય.
અગાઉના કયા CSને એક્સટેન્શન
ઓગષ્ટ 2021 સુધી સેવા આપશે
મુખ્ય સચિવપદે મુકીમનો કાર્યકાળ ત્રીજી વાર વધવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે તેઓ વડાપ્રધાન મોદીની ગુડબુકમાં છે.ગુજરાત વહિવટી સેવામાં હજુ સુધી તેમનો વિકલ્પ મળ્યો નથી તે પણ એક કારણ હોઈ શકે છે.કોરોનાને કારણે અનિલ મુકિમને ઓગષ્ટ 2020માં છ મહિના માટે એક્સટેન્શન મળ્યું હતું. હવે ફેબ્રુઆરીમા બીજા છ મહિનાનું ફરી એક્સટેન્શન મળ્યું છે. જેથી તેઓ છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર ગુજરાતના ઈતિહાસમાં પહેલા મુખ્ય સચિવ બન્યાં છે. હવે તેઓ ઓગષ્ટ 2021 સુધી સેવા આપશે.
કોણ છે અનિલ મુકીમ?
મુકીમનું પૈતૃક વતન રાજસ્થાન છે પરંતુ તેઓની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે. આ ઉપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદે પણ રહી ચૂક્યા છે. ઓક્ટોબર 2001થી જાન્યુઆરી 2005 સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી. આ દરમિયાન મુકીમે ખંતથી કામ કરી મોદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. સાથે સાથે અનિલ મુકિમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે વખતે નાણાં,મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ નિભાવી ચૂક્યાં છે એટલે અમદાવાદ જ નહી,રાજ્યના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.