તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો‌, રેમડેસિવિર આપવા વિશે કહ્યું- હોસ્પિટલોને પહેલું પ્રાધાન્ય અપાશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના વેક્સિન લઈ રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી. - Divya Bhaskar
કોરોના વેક્સિન લઈ રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી.
  • દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
  • આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના યુવાઓને પણ વેક્સિન લેવા અનુરોધ કર્યો

દેશના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસન લીધી. મુખ્યમંત્રીએ સેક્ટર-8ના સરકારી હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. વેક્સિન લેવાની હોવાથી તેઓ ટીશર્ટ પહેરીને આવ્યા હતા. તેમણે સૌપ્રથમ પોતાનું આધારકાર્ડ બતાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યાર બાદ વેક્સિન લીધી હતી. નોંધનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થઈ ગયા હતા, એ બાદ તેઓ વેક્સિન લઈ શક્યા નહોતા, આથી તેમણે હવે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

લોકોને પણ વેક્સિન લેવા CMનો અનુરોધ
કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી કહ્યું હતું કે કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે, જે આપણને મળ્યું છે. ત્યારે હાલ રાજયમાં 45 વર્ષથી ઉપરની વ્યકિતઓ માટે અને આગામી તા.1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનારા રસીકરણ કાર્યક્રમમાં સૌ યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.

સરકારે રસીકરણ માટે આગોતરું આયોજન ગોઠવ્યું
તેમણે ઉમેર્યુ હતું કે પ્રવર્તમાન સંજોગોમાં બીજું સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેકિસન જ અમોઘ શસ્ત્ર પુરવાર થશે, એટલે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેમણે પણ ડૉકટરની સલાહ મુજબ વેકિસનના બન્ને ડોઝ લઈ લેવા અપીલ કરી છે. આગામી તા.1 લી મેથી 18 વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે એ મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરું આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે યુવાઓ પણ વેકિસન લઈ લે એ અત્યંત જરૂરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

રેમડેસિવિર ઈન્જેક્શનની ફાઈલ તસવીર
રેમડેસિવિર ઈન્જેક્શનની ફાઈલ તસવીર

રેમડેસિવિર માટે પહેલી પ્રાયોરિટી હોસ્પિટલો
ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનના મામલે ખાનગી ડોક્ટરએ કરેલા ઉહાપોહ અંગે મુખ્યમંત્રી એ સ્પષ્ટતા કરી હતી કે રેમડેસિવિર માટે અમારી પહેલી પ્રાયોરિટી હોસ્પિટલ જ રહેશે. ઉત્પાદન વધશે ને વધારે જથ્થો આવશે તો અમે હોમ આઇસોલેટવાળા માટે આપીશું, બાકી નહીં આપી શકીએ. આજે વેક્સિન લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે, રેમડેસિવિરનું ઉત્પાદન જ ઓછું છે. આખા દેશમાં તંગી છે, જે આવે છે એમા પહેલા હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાનમાં લેવાશે, કેમકે દાખલ થયેલા દર્દીઓ વધુ ગંભીર માની શકાય.

સોમવારે સી.આર.પાટીલે પત્ની સાથે વેક્સિન મુકાવી હતી.
સોમવારે સી.આર.પાટીલે પત્ની સાથે વેક્સિન મુકાવી હતી.

સી.આર પાટીલે પણ બે દિવસ પહેલાં વેક્સિન લીધી
હજુ બે દિવસ પહેલાં જ રાજ્યમાં કોરોનાના કેસ વધતા કેસને કારણે પ્રદેશ ભાજપ-અધ્યક્ષ પાટીલ અને તેમની પત્નીએ વેક્સિન મુકાવી હતી. રસી મુકાવ્યા બાદ 66 વર્ષીય સાંસદ પાટીલે સૌને રસી અંગે કોઈપણ ભય રાખ્યા વિના કે ખોટી અફવાઓમાં આવ્યા વિના વેક્સિન મુકાવવા અપીલ કરી જણાવ્યું હતું કે વેક્સિન સંજીવની છે. કોરોના સામે કવચ પૂરું પાડે છે. દરેક વ્યક્તિએ વેક્સિન મુકાવવી જોઈએ.

PM નરેન્દ્ર મોદીએ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો
8મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે એઇમ્સ નવી દિલ્હીમાં કોવેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો હતો. પહેલો ડોઝ તેમણે 1લી માર્ચે લીધો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાં તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું, 'વેક્સિનેશન એ કેટલીક રીતોમાંની એક છે, જેના દ્વારા કોરોનાને પરાજિત કરી શકાય છે. તેથી જો તમારે વેક્સિન લેવા લાયક છો, તો તરત જ વેક્સિન મુકાવો.'વડાપ્રધાન મોદીએ પ્રથમ ડોઝ લગાવ્યાના 37 દિવસ બાદ આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.