તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમને-સામને:દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું: રૂપાણી; ખેડૂતોના માન-સન્માનનું આંદોલન, બંધનું એલાન કોંગ્રેસ પ્રેરિત નથી: અમિત ચાવડા

4 મહિનો પહેલા
  • ભારત બંધના ટેકામાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન જોડાયા
  • ગુજરાતમાં ભારત બંધના સમર્થનમાં કિશાન સંઘ નહીં જોડાય

દેશભરમાં આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ સહિતના વિપક્ષે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. જેને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત બંધના એલાન પર પત્રકાર પરિષદ યોજીને નિવેદન કર્યું હતું કે, દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું છે. જ્યારે તેની સામે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમતિ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે, ખેડૂત આદોલન ખેડૂતોના માન-સન્માનનું આંદોલન છે, બંધનું એલાન કોંગ્રેસ પ્રેરિત નથી.

ગુજરાતના ખેડૂતોનો આંદોલનનો ટેકો નથી: વિજય રૂપાણી
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત બંધના એલાન પર પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું છે. ગુજરાતના ખેડૂતોનો આંદોલનનો ટેકો નથી. કાયદો પાછો ખેંચવાની વાત વાજબી નથી. કોગ્રેસ દરેક વખતે પોતાનું વલણ બદલે છે અને ખેડૂતોને ભ્રમિત કરવાના કોંગ્રેસ કારસો રચે છે. ગુજરાતની પેટાચૂંટણીમાં 8 બેઠકો પર તેમનો પરાજય થયો હતો. ગુજરાતના ખેડૂતોનું કોંગ્રેસને સમર્થન નથી. આવતીકાલે ગુજરાતમાં બધુ જ ચાલુ રહેવાનું છે. આમ છતાં કોઈ બંધ કરાવવા માટે બળજબરી કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બંધના એલાનથી સરકાર ફફડી ગઈ: અમિત ચાવડા

કોગ્રેસે પ્રમુત અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકાર ખેડૂત વિરોધી સરકારે છે. ખેડૂતો માટે સરકાર પાસે કોઈ નીતિ નથી. બંધના એલાનથી સરકાર ફફડી ગઈ છે. આ આંદોલન ખેડૂતોના માન-સન્માનનું આંદોલન છે. ભારત બંધનું એલાન એ કોંગ્રેસ પ્રેરિત નથી. કોંગ્રેસ પહેલા દિવસથી આ બિલનો વિરોધ કરે છે.

રાજ્ય અને જિલ્લાની બોર્ડર પર ચેકપોસ્ટ, તમામ વાહનોનું ચેકિંગ: DGP
રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. રોડ-રસ્તા બ્લોક કરવાનું કે અડચણ કરવાનો કોઈ પ્રયાસ કરશે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે અને ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ APMCને પણ ચુસ્ત બંદોબસ્ત પુરૂ પાડવામાં આવશે. ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. જિલ્લાની બોર્ડર પર પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે અને રાજ્યની બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ દરમિયાન તમામ પ્રકારના વાહનોનું ચેકિંગ પણ કરાશે. બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવનારાઓ અને હિંસક વીડિયો અપલોડ કરીને રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે
નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના ટેકામાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે, બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવામાં આવશે. પંજાબના ખેલાડીઓ અને કલાકારો સોમવારે અવોર્ડ વાપસીનું એલાન કરી શકે છે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે. એ પહેલાં બંધ નિર્ણાયક બનશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો