તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતન વર્ષ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં પૂજન અર્ચનથી કર્યો

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે આજે સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન રામ, લક્ષ્મીનારાયણ, અંબાજી સહિતના દેવોના પૂજન અર્ચન કર્યા હતા.મુખ્યમંત્રીએ સૌ નાગરિક ભાઈ બહેનોને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવતા કહ્યું કે, આ નવા વર્ષમાં સૌનું આરોગ્ય સુખ સમૃદ્ધિ વધુ ઉન્નત બને. રાજ્યની વિકાસ યાત્રા પણ આગળને આગળ ધપતી રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે.

ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણની મહામારીથી સમગ્ર માનવ જાત મુક્ત થાય અને સૌની તંદુરસ્તી જળવાય તેવી મંગલ કામના મુખ્યમંત્રીએ કરી હતી. વિજય રૂપાણીએ સૌ નાગરિકોને અનુરોધ પણ કર્યો કે, આ પર્વો તહેવારોની ઉજવણી સાવચેતી સાથે અને માસ્ક સહિતના સતર્કતા ના પગલાં થી કરે. ભીડભાડ ના કરે તેમજ તેનાથી દૂર રહે.

તેમણે કહ્યું કે, રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના આ દિવસોમાં પૂર્ણ સજજ છે અને સંક્રમણ નિયંત્રણ અને ઉપચાર માટે તબીબી કર્મીઓ ખડે પગે છે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારના અત્યાર સુધીના પરિણામ કારી પ્રયાસોમાં જનતા જનાર્દને જે સહકાર આપ્યો છે, તેજ સહકાર આપે અને કોરોનાની રસી આવનારા વર્ષમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ના રાખે અને સ્વસ્થતા પ્રત્યે સતર્ક રહે તેવી અપિલ પણ નૂતન વર્ષ પ્રારંભ દિને કરી હતી. ગાંધીનગરના મેયર મતી રીટા બહેન પટેલ સહિત અગ્રણીઓ સંગઠન પદાધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને પણ સાલમુબારક પાઠવી અભિવાદન ઝીલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો