દર્શન કર્યા:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અક્ષરધામ મંદિરમાં ભગવાનના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરના મહંતે ભગવાનના પ્રાસાદિક પુષ્પહાર પહેરાવી તેઓનું અભિવાદન કર્યું
  • મુખ્યમંત્રી મહંત આનંદસ્વરૂપ સ્વામી તથા કોઠારી સંત વિશ્વવિહારી સ્વામી સાથે આધ્યાત્મિક વાર્તાલાપમાં જોડાયા

ગુજરાતના નવનિયુક્ત મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલે અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ ભગવાન શ્રી સ્વામિનારાણના દર્શન કર્યા હતા. ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મના ધામ સમા વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના મહંત આનંદસ્વરૂપ સ્વામીએ ભગવાનના પ્રાસાદિક પુષ્પહાર પહેરાવી તેઓનું અભિવાદન કરી આશીર્વાદ પાઠવ્યાં હતા.

ત્યારબાદ તેઓએ ભવ્ય અક્ષરધામ મંદિરમાં મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી. ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યાં હતા.

નીલકંઠવર્ણી પર પવિત્ર જળાભિષેક કર્યો

નીલકંઠ અભિષેક મંડપમાં વૈદિક શાંતિપાઠના મંત્રોચ્ચાર સહિત તેઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણના તપોમય સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણી પર પવિત્ર જળાભિષેક કર્યો હતો. ત્યારબાદ અક્ષરધામ મંદિરના મહંત આનંદસ્વરૂપ સ્વામી તથા કોઠારી સંત વિશ્વવિહારી સ્વામી સાથે આધ્યાત્મિક વાર્તાલાપમાં જોડાયા હતા.

ભગવાનનો પ્રસાદ અર્પણ કર્યો

મુખ્ય મંત્રીએ આ પ્રસંગે અક્ષરધામના રચયિતા અને વિશ્વવિખ્યાત સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરી તેઓ પ્રત્યે આદર પ્રગટ કર્યો હતો અને બીએપીએસ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વંદન પાઠવ્યાં હતા.

સંતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ અને ભગવાનનો પ્રસાદ અર્પણ કર્યો હતો. અત્યંત વ્યસ્ત દૈનિક ક્રમ છતાં અક્ષરધામ મંદિરની યાત્રા દરમિયાન મુખ્યમંત્રીએ ખૂબ પ્રસન્નતા, હળવાશ અને ભગવાનની દિવ્ય કૃપાનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...