તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દસક્રોઈનાં ગામોમાં ખારીકટ કેનાલ છોડાતું કેમિકલયુક્ત પાણી

વહેલાલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી બંધ કરાવવા CM સમક્ષ ઉગ્ર આંદોલનની ચીમકી

ઔધોગિક એકમો, ગુજરાત પ્રદૂષણ નીયંત્રણ બોર્ડ અને અમદાવાદ મહાનગર પાલિકાના અધીકારીઓની મીલીભગતથી ખારીનદી અને ખારીકટ કેનાલમાં છોડાતુ કેમિકલયુકત પાણી બંધ કરાતુ નથી. તેવા લેખીત શબ્દોના આક્ષેપો સાથે અરજી અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનરને આપી દસક્રોઇના ખેડૂતોના અને લોકોના જનહીત માટે ખારીનદી અને ખારી કટ કેનાલમાં છોડાતુ કેમીકલયુકત પાણી તત્કાલ બંધ કરવા ખારીકટ સીંચાઇ “ડી” ઝોન ખેડુત હીત રક્ષક સમિતીના કન્વીનર બી.આઇ પટેલની આગેવાનીમા અનેક ખેડૂતોએ રજૂઆત કરી છે. એક વર્ષ પૂર્વે કમીશ્નરને રજૂઆત કરવા છતાં કોઇ પરીણામ ન આવતા ઉગ્ર આંદોલની ચેતવણી સાથે રજૂઆત કરવામા આવી છે.ખારીનદી અને ખારીકટ કેનાલમા છોડાતુ કેમીકલ યુકત પાણી બંધ કરાવવા 1 ઓકટોમ્બર 2019 ના રોજ રજૂઆત કરાઇ હતી.

પરંતુ આખ આડા કાન કરાતા ખારીકટ સીંચાઇ “ડી” ઝોન ખેડુત હીત રક્ષક સમિતી દ્વારા તાજેતરમા 4 સપ્ટેમ્બર 2020 ના રોજ અમદાવાદ મ્યુન કમીશનર , મુખ્ય મંત્રી, જીપીસીબી, ગુજરાત સીંચાઇ વિભાગ, માનવ અધીકાર પંચ તેમજ અમદાવાદ અને ખેડા જિલ્લા કલેકટર સમક્ષ પરીણાત્મ કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે. જો આમ છ્તા કોઇ પગલા નહી ભરાયતો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે હાઇકોર્ટમા જવાની તૈયારી કરાઇ છે. ખારી નદીમાં કેમીકલયુકત પાણી છોડાતા દસક્રોઇના રોપડા, ગેરતપુર, દેવડી-ગામડી, ચોસર ખેડા જિલ્લાના લાલી, બીડજ, કનેરા, પીંગળજ, ગામોની સ્થીતી કપરી બની છે.

અન્ય સમાચારો પણ છે...