તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:શહેર અને ગુડા વિસ્તારમાં મકાન વેચતા પહેલાં અન્ય મંજૂરીની તપાસ કરી લેવી

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગ્રાહકોના હિતમાં તમામ પાસા તપાસી બીયુ મંજૂરી આપવા માંગ

શહેરી વિસ્તારની હદમાં વધારો થતાં રહેણાંક વિસ્તાર પણ દિન પ્રતિદિન વધી રહયો છે ત્યારે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને ફ્લેટમાં પાર્કિંગની સુવિધા, ફાયર સેફ્ટીની સહિતના પાસાઓનો અભ્યાસ કરીને બીયુની પરમીશન આપવાથી ગ્રાહકોને અન્યાય થાય નહી તેવી માંગ ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખે કરી છે.

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર અને અમદાવાદ મનપાની હદમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગુડા તેમજ નવા વિસ્તારોનો મનપામાં સમાવેશ કરાયો છે. મનપાની હદમાં વધારો થતાં રહેણાંકના મકાનો માટે ફ્લેટ સહિતની સ્કિમો શરૂ થઇ રહી છે. ત્યારે ફ્લેટમાં વાહન પાર્કિંગ, ફાયર સેફ્ટી સહિતની તમામ પ્રકારની સુવિધા હોય ત્યારે જ બીયુની પરમીશન આપવી જોઇએ. જરૂરી સુવિધા નહી હોવા છતાં બીયુ પરમીશન આપતા ગ્રાહકોને રેરા અથવા કાયદાકીય લડતના વિકલ્પો શોધવા પડે છે. જે ગ્રાહકો માટે લાંબો અને ખર્ચાળ સાબિત થાય છે.

ત્યારે ફ્લેટ કે સ્કિમને બીયુની પરમીશન આપતા પહેલા ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને નિયત કરેલા નિયમોનું ચુસ્ત પાલન થાય છે કે નહી તેની ચકાસણી કરવી. જેથી ગ્રાહકોને કાનુની પ્રક્રિયામાંથી બચાવી શકાય તેમ ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૂણ બુચે જણાવ્યું છે.આ ઉપરાંત વરસાદી પાણીનો બચાવની યોજના પણ મંજુરી આપતા પહેલાં તેની પણ ચકાસણી કરવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો