તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘ગટરનાં ખુલ્લાં ઢાંકણાં તો ચેક કરો’ પૂર્વ મેયરનો પાટનગર યોજના વિભાગને પત્ર

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના ગટરના ખુલ્લા ઢાંકણા અને ખાડા અંગે પૂર્વ મેયરે રજૂઆત કરી. - Divya Bhaskar
શહેરના ગટરના ખુલ્લા ઢાંકણા અને ખાડા અંગે પૂર્વ મેયરે રજૂઆત કરી.
  • ચોમાસા પહેલાં રસ્તા નજીક યોગ્ય પુરાણ સહિતની કામગીરી કરવા રજૂઆત
  • ગટરની ચેમ્બરના ખુલ્લાં ઢાંકણાંમાંથી ઉત્પન્ન થતો ઝેરી ગેસ શહેરીજનોના આરોગ્યને નુકસાન કરે છે : વરસાદી પાણીના નિકાલ માટે પણ રજૂઆત

ગાંધીનગર શહેરમાં વિવિધ સેક્ટરોમાં ખુલ્લા ગટરના ઢાંકણા બાબતે તથા વરસાદી પાણીના નિકાલ માટે પ્રિમોન્સુન પ્લાનિંગ માટે પૂર્વ મેયરે રજૂઆત કરી છે. પૂર્વ મયેર પ્રવિણ પટેલે આ મુદ્દે પાટનગર યોજના વિભાગને પત્ર લખીને આ રજૂઆત કરી છે. પાયોવિ સાથે પ્રવિણ પટેલે રજૂઆતની એક નકલ મ્યુનિસિપલ કમિશનરને પણ મોકલી આપી છે.

આ અંગે રજૂઆત કરતા પૂર્વ મેયરે જણાવ્યુ છે કે ડ્રેનેજનું મોનિટરિંગ પાટનગર યોજના વિભાગ દ્વારા કરાય છે. ત્યારે જો ચેક કરવામાં આવે તો શહેરમાં અનેક ગટરની ચેમ્બરના ઢાંકણા ખુલ્લા જોવા મળશે. જેમાંથી ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે જે પ્રજાના આરોગ્યને નુકશાન કરે છેત્યારે પાયોવિની જવાબદારી છે કે ગટરના ઢાંકમા બંધ કરવા જોઈએ. જૂનના અંતમાં ચોમાસું સક્રિય થાય ત્યારે ગટના ખુલ્લા ઢાંકણા અને વરસાદી પાણીના નિકાલની લાઈનોનું મોનિટરિંગ કરવું જરૂરી છે. શહેરમાં અનેક જગ્યાએ હજુ રસ્તાનુ યોગ્ય પુરાણ થયું નથી. જેને પગલે તાત્કાલિક આ કામગીરી કરીને નાગરિકોની મુશ્કેલી વધે નહીં તે માટે પગલાં લેવા પૂર્વ મેયરે રજૂઆત કરી છે. પાયોવિ સાથે પટેલે રજૂઆતની એક નકલ મ્યુનિસિપલ કમિશનરને મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...