તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજકોટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાથે પત્ની, સાળા, સસરાની છેતરપિંડી

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈન્ફોસિટી પો. સ્ટેશનમાં 4.50 લાખની ફરિયાદ નોંધાઈ
 • ફરિયાદીના સાળાને કેનેડા જવા માટે બેલેન્સ બતાવવા અંગે મદદ કરી

રાજકોટની કોર્ટમાં ફરજ બજાવતા સાતમા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાથે સાડાચાર લાખની છેતરપીંડીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ મુદ્દે મેજિસ્ટ્રેટ પોતાની પત્ની, સાળા અને સસરા સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળેલી માહિતી પ્રમાણે રાજકોટ કોર્ટના સાતમા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંદીપ મનહરભાઈ ક્રિસ્ટીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ અગિયાર વર્ષ પહેલાં તેમના લગ્ન અમદાવાદ મણિનગર ખાતે રહેતાં મનુભાઈ મણીલાલ ક્રિશ્ચીયન (ન્યુ લાલભાઈ સેન્ટર, ખોખરા)ની પુત્રી પ્રગતિબેન સાથે થયા હતા. સંસારમાં હાલ તેઓને બે બાળકો છે. બદલીપાત્ર નોકરી હોવાને પગલે ફરિયાદીએ પરિવાર માટે ગાંધીનગરના રાંદેસણમાં ફ્લેટ લીધો હતો. જ્યાં પરિવાર રહે છે અને ફરિયાદી રજાઓના દિવસોમાં આવતા હતા. ફરિયાદ પ્રમાણે મેજિસ્ટ્રેટ જુલાઈ-2018થી ઓગસ્ટ-2019 સુધીમાં પત્નીના ખાતામાં ટુકડે-ટુકડે 9.46 લાખ જમા કરાવ્યા હતા. જે પૈસા તેઓ કરે તે પ્રમાણે રોકાણ કરવાના હતા. જોકે ફરિયાદીના સાળાને જેમ્સને કેનેડા જવા માટે 10 લાખનું બેલેન્સ બતાવવાનું હોવાથી તેઓએ સંબંધના નાતે મદદ કરી હતી.

જેમાં ફરિયાદીએ પત્ની અને સળાના સંયુક્ત ખાતામાં 4.50 લાખ પોસ્ટ ઓફિસમાં એક વર્ષ માટે મુક્યા હતા. એક વર્ષ પછી પૈસા વ્યાજ સહિત મળી જવાનો વિશ્વાસ પત્ની તથા સાળાએ આપ્યો હતો.ઓગસ્ટ-2020માં પત્નીએ દાગીના બાબતે ફરિયાદી સાથે મોટો ઝઘડો કરતા ફરિયાદ માતા-પિતા પાસે બોપલ જતા રહ્યાં હતા. એફડી પાકતી હોય ફરિયાદી પત્ની અને સાળા સાથે ફોન પર વાત કરીને પૈસાની માંગણી કરી હતી. જેમાં તેઓએ પહેલાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો પછી પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેને પગલે મેજિસ્ટ્રેટે સમગ્ર મુદ્દે પત્ની, સાળા અને સસરા સામે છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો