તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલો, રસીના બે ડોઝ એકસાથે આપ્યાં!:ગાંધીનગરના પેથાપુર આરોગ્ય કેન્દ્રમાં ચાવાળાને ભૂલથી કોરોનાની રસીના 2 ડોઝ અપાયા; ભૂલ સમજાતાં તંત્રે 4 દિવસ મોનિટરિંગ કર્યું

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગરના પેથાપુર આરોગ્ય કેન્દ્રમાં એક વ્યક્તિને ભૂલથી કોરોનાની વેક્સિનના બંને ડોઝ એકસાથે આપી દેવાયા હતા. હેલ્થ ટીમને ભૂલ સમજાતા ત્રણથી ચાર દિવસ ઘરે જઈ હાલચાલ પૂછ્યા હતા, પરંતુ કોઈ આડઅસર ન જણાતાં હાશકારો લીધો હતો.

ચાની કીટલી ચલાવતા રમણભાઈ (નામ બદલ્યું છે) રવિવારે પેથાપુર આરોગ્ય કેન્દ્રમાં રસી લેવા માટે પહોંચ્યા હતા. તેમને રસીનો એક ડોઝ અપાયા બાદ આધારકાર્ડથી નોંધણી થઈ રહી હતી, જે બાદ તેમને બીજો ડોઝ આપી દેવાયો હતો. આ અંગે રમણભાઈએ કહ્યું કે, ‌‌‘એક બહેન રસીને આપીને તેમનું કશુંક કામ કરતાં હતાં તે સમયે બીજા એક બહેન આવ્યાં હતાં અને મારા બીજા હાથ પર કશુંક લગાવ્યું હતું. મને લાગ્યું કે તેઓ દવા લગાવે છે, પણ હું કંઈ સમજું તે પહેલાં તેમણે મને બીજી વખત રસી આપી દીધી હતી.’ રમણભાઈએ પહેલાં આધારકાર્ડના રજિસ્ટ્રેશન વગર જ રસી લઈ લીધી હતી. ત્યાર પછી રજિસ્ટ્રેશન બાદ અન્ય કર્મચારીએ તેમને ફરી રસી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ભૂલ સમજાતા મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું.