તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન વિભાગની આગાહી:5 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા; 2 દિવસમાં 184 તાલુકામાં વરસાદ, સીઝનની સરેરાશ 17.70% મેઘમહેર

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાતમાં 18.37% અને કચ્છમાં 18.31%થી વધુ વરસાદ

રાજ્યમાં મેઘરાજાની ફરી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. બે દિવસમાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર-મધ્ય અને કચ્છ વિસ્તારમાં સીઝનનો 17.70% વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, વિજયનગર, શંખેશ્વર, સમી, પાટણ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદે કચ્છ વિસ્તાર પર પણ મહેર વરસાવી હતી. હજુ પણ 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે.

વડોદરામાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.
વડોદરામાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.

રાજ્યના 5 ઝોનમાં 15% વરસાદ
દક્ષિણ ગુજરાત સૌથી વધુ 18.37%, કચ્છ ઝોનમાં 18.31%, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 17.71% અને ઉત્તર ગુજરાતમાં 16.69% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 15.91% વરસાદ પડ્યો છે.

ઉનાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો.
ઉનાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો.
અન્ય સમાચારો પણ છે...