રાજય વિધાનસભાની બીજા તબક્કાની બેેઠકોની ચૂંટણીના ઉમેદવારીપત્રકો ભરવા માટે તા. 17મી નવેમ્બરનો છેલ્લો દિવસ છે ત્યારે પરિવારવાદની ટીકાનો સામનો કરતી કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરના સગાભાઇ અમૃત મોતીજી ઠાકોરને કાંકરેજથી ટિકિટ આપીને વધુ એકવખત કોંગ્રેસમાંથી પરિવારવાદ ગયો નથી તેને પુષ્ટિ આપીછે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી 37 ઉમેદવારોની છેલ્લી યાદીમાં 5 ધારાસભ્યોની ટિકિટ ક્પાઇ છે અ્ને 5ને રીપીટ કર્યા છે. પક્ષપલટો કરીને કોંગ્રેસમાં આવનાર ત્રણ ઉમેદવારોને ટિકિટ આપી છે.
ટિકિટ ફાળવણીમાં ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલના સ્થાને યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, વિવાદ થયો હતો તે પેટલાદની બેઠક પરથી ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડતા વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલને કાપીને ર્ડા. પ્રકાશ પરમારને,બેચરાજીમાં ભરત ઠાકોરની જગ્યાએ ભોપાજી ઠાકોર,દાહોદમાં વજેસિંહ પડદાને કાપીને હર્ષદ નિનામાને નિનામા, બાયડમાં જસુ પટેલને સ્થાને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.
ભાજપ છોડીને કોંગ્રેસમાં આવનાર પ્રભાતસિંહને,શહેરાથી ખાતુભાઇ પગીને ટિકિટ આપી છે. ધોળકામાં ગત વખતે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારનાર અશ્વિન રાઠોડને ફરી ટિકિટ અપાઇ છે. યાદી આવતા ભડકો થયો છે. ગોધરામાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થયો છે.
5 ધારાસભ્યોની ટિકિટ કાપી, 5 ધારાસભ્યોને રિપીટ કર્યા
જાહેર કરાયેલી યાદીમાં ક્ષત્રિય -14, પાટીદાર- 9, ઠાકોર -4, એસટી-3, એસસી અને કોળી બે-બે, ચૌધરી-માલધારી- નોન ગુજરાતીને એક એક ટિકિટ મળીને કુલ 37 ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.