તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યસભામાં બજેટની ચર્ચામાં કોંગ્રેસના ગુજરાતના સાંસદ શકિતસિંહ ગોહિલે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, નાણાં મંત્રી પોતાના પી.એ. અને પી.એસ.ની પસંદગી કરવા માટે આત્મનિર્ભર નથી તો બજેટ આત્મનિર્ભર ક્યાંથી હોય? તેમણે ગુજરાત સહિતના રાજ્યોને ટેક્સનું થતું નુકસાન, ખેડૂતો, અલંગ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. દરમિયાનમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ગુજરાત સરકારને દર મહિને પેટ્રોલ-ડીઝલ પરના વેટ વસૂલીથી રૂ.1200 કરોડની આવક થાય છે.
સેસ મારફત ટેક્સ નાંખી અબજો વસૂલતા હોવાનો દાવો
સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અત્યારે જે નેતાઓ સત્તામાં છે તેઓ વિરોધ પક્ષમાં હતા ત્યારે આવકવેરાનો સ્લેબ ઓછામાં ઓછો રૂ. 10 લાખનો હોવો જોઇએ તેવી રજૂઆત કરતા હતા. ગોહિલે કહ્યું કે, સેસ મારફત ટેક્સ નાખીને સરકારે અબજો વસુલે છે,પણ ટેક્સને બદલે સેસથી વસૂલતી હોવાથી રાજ્ય સરકારને તેનો હિસ્સો મળવાની જોગવાઇ ન હોવાથી મળતો નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.