તપાસ:જિલ્લા પંચાયતનું મકાન બેસવાલાયક ન હોવાનું સર્ટિ. અપાયાની ચર્ચા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી હોનારત બાદ કચેરી ખસેડાશે કે નહીં તે દ્વિધા

મોરબી પુલની મરામત કરવા છતાં તૂટી પડ્યો હતો ત્યારે જિલ્લા પંચાયતનું 44 વર્ષ જૂનું બિલ્ડિંગ બેસવાલાયક ન હોવાનું સર્ટિફિકેટ અપાયું હોવાની ચર્ચા કર્મચારીઓમાં ઊઠી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ પણ 44 વર્ષ જુનું હોવાથી તે પણ હાલમાં રિપેરીંગ માંગી રહ્યું છે. જોકે ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તેમજ ચાલુ વર્ષના બજેટમાં પણ રિપેરીંગ માટે જરૂરી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. ત્યારે જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ બેસવા લાયક છે કે નહી તે માટે સુરતની કંપની પાસે સર્વે કરાવવામાં આવ્યો હતો.

જેમાં પ્રાથમિક રિપોર્ટમાં બિલ્ડીંગ જર્જરીત થઇ હોવાનો આવ્યો હતો. ત્યારબાદ કંપની પાસે બિલ્ડીંગના બીલ, દિવાલ, ધાબુ, પાયા સહિતની જગ્યાઓમાંથી સેમ્પલ લઇને તેનું લેબોરેટરી તપાસ કરી હતી. જોકે લેબોરેટરી તપાસના રિપોર્ટ બાદ જ બિલ્ડીંગ બેસવા લાયક છે કે નહી તે નક્કી કરવામાં આવશે.

બિલ્ડિંગનું રિપેરિંગ કરાય તેવો રિપોર્ટમાં ઉલ્લેખ : DDO
જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ બેસવાલાયક નથી, તેવા રિપોર્ટ અંગે ડીડીઓ સુરભી ગૌત્તમને પૂછતાં તેમણે જણાવ્યું કે રિપોર્ટમાં 44 વર્ષ જૂનું બિલ્ડિંગ હોવાથી જર્જરિત થઇ ગયું છે પરંતુ તેનું રિપેરિંગ કરી શકાય છે. ઉપરાંત કેવા કેવા પ્રકારનું રિપેરિંગ થઈ શકે તેનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિપેરિંગ પછી મોરબીના પુલ જેવી સ્થિતિ થશે નહીં
રિપેરીંગ પછી પણ મોરબીના પુલની જેવી હાલત થશે કે નહી તેવી ચર્ચા જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં જોવા મળી રહી છે. જોકે જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગમાં અંદાજે 400 જેટલા કર્મચારીઓ છે.

અન્ય સમાચારો પણ છે...